Surendranagar: વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના કારણે મોત

August 1, 2024

Chandipura Virus in surendranagar: સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે (Chandipura Virus) દેશમાં હાહાકાર મચાવ્યો છે.. દિવસેને દિવસે ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે મૃત્યુઆંકમા પણ વધારો થઈ રહ્યો છે. આ વાયરસનો ભોગ નાના બાળકો બની રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar)ચાંદીપુરા વાઈરસે 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે.

11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના કારણે મોત

પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે. મહત્વનું છે કે, 2 દિવસ પહેલા 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી આ બાળકને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત

નોંધનીય છે કે, સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે હજુ પણ 3 બાળકો સારવાર હેઠળ છે. તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં સ્પેશિયલ ડૉક્ટરો ન હોવાના પગલે રાજકોટ સારવાર માટે બાળકોને લઈ જવામાં આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના વધતા કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.

 ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસની અપડેટ

જાણકારી મુજબ રાજ્યભરમાં અત્યાર સુધી કુલ 148 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી 59 કેસો મૃત્યુ પામ્યા છે. જ્યારે 51 કેસમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સાથે 19 જુલાઇથી દૈનિક નોંધાયેલા નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Chhotaudepur : શાળાના ઓરડા જર્જરિત બનતા બાળકો પતરાના શેડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર

Read More

Trending Video