Surendranagar : રાજકોટ અગ્નિકાંડ (Rajkot fire incident) રાજ્યભરમાં વિવિધ સંસ્થાઓ તેમજ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના (fire safety) સાધનોની તપાસ કરવામા આવી રહી છે ત્યારે આ બધાની વચ્ચે સુરેન્દ્રનગરની (Surendranagar) મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનો રીફલિંગ કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. જુના ફાયર સેફટીના સાધનો રીન્યુ કરવાને બદલે સાધનો પર રીન્યુના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગેલ દર્દીઓની સલામતી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
Surendranagar સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનો રીફલિંગ કરવાનું કૌભાંડ
સુરેન્દ્રનગરની (Surendranagar) મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ફાયર સાધનો રીફલિંગ કરવાનું કૌભાંડ આવ્યું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં જુના એક્સપાઈરી ડેટ ફાયર સેફટીના સાધનો રીન્યુ કરી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. અહીં જુના ફાયર સેફટીના સાધનો પર રીન્યુના સ્ટીકર લગાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ રોજના હજારો દર્દીઓ ઈલાજ માટે આવતા હોય છે તેમની સલામતી સામે સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે આજે ફરી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ચર્ચામાં આવી છે. અહીં જુના ફાયર સેફટીના સાધનો પર કોઈ સવાલ ન ઉઠે તે માટે રાતોરાત રીન્યુના માત્ર સ્ટીકર લગાવી દેવાયા છે.ફાયર સેફટીના સાધનો ચાલુ છે?,ઉપયોગમાં આવી શકે તેમ છે ? ફાયર સેફટીના સાધનોની ફિટનેસતા પણ ચેક કરવામાં આવી નથી.
ફાયર સેફટીના સાધનો રીફલિંગ કરવામાં પણ ભ્રષ્ટાચાર
રાજકોટમાં બનેલી ઘટના બાદ તંત્રના આદેશને લઈ દેખાવ પૂરતી કામગીરી સામે આવી છે. હોસ્પિટલમાં 106 ફાયર સાધનો પર ચેકીંગ કામગીરી વગર જ રીફલિંગના સ્ટીકર મારવામાં આવ્યા છે. આમ ફાયર સેફટીના સાધનો રીફલિંગ કરવામાં પણ સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાનો અર્થ છે. ત્યારે તંત્રની આ કામગીરીને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની આવી નિયતના કારણે કોઈ ઘટના બને તો અનેક લોકોના જીત જોખમમાં મુકાય તેમ છે.