Surendranagar: ગુજરાતમાં (Gujarat) ખુબ જ ચિંતાજનક રીતે દુષ્કર્મની ઘટનાઓ (rape case) વધી રહી છે જેના કારણે મહિલાઓની સુરક્ષાને (womens safety) લઈને સવાલો ઉઠી રહ્યા છે તેમજ રાજ્ય રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો પણ ખોટી સાબિત થઈ રહી છે. પરંતુ અત્યારે નવરાત્રીના પવિત્ર તહેવારમાં પણ મહિલાઓ સુરક્ષિત ન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. નરાધમો તો નાની બાળકીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે તેમજ તેની હત્યા પણ કરી દેવામા આવે છે ત્યારે એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવી શેખી મારે છે કે, તમે આખી રાત ગરબે ઝૂમો પરંતુ શું રાજ્ય સરકાર મહિલાઓની તેમજ દિકરીઓની સુરક્ષા માટે સક્ષમ છે ખરા તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. જાણકારી મુજબ રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 6 દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આ ઘટનાઓ મામલે વિપક્ષે રાજ્ય સરકારને ઘેરી છે અને મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહી છે આ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ ઉઠી રહી છે.
પીડિત પરિવાર વચ્ચે કૉંગ્રેસના નેતાઓ પહોંચ્યા
મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે થોડા દિવસો પહેલા 5 વર્ષની બાળકી પર 40 વર્ષના આધેડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી.જેમાં આરોપી મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઇ બારોટે બાળકીને પાસે બોલાવી રિક્ષામાં આંટો મરાવવાની લાલચ આપી દૂર નાળામાં લઈ જઈ દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આરોપીને ઝડપી પાડીને પોલીસને સોપ્યો હતો.જ્યારે ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ ઘટનાના પણ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકોમાં આ નરાધમ પ્રત્યે રોષની લાગણી છે ત્યારે રાવળીયાવદર ગામે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈ પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પરિવારને મળવા પહોંચ્યા હતા.
કૉંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર આકરા પ્રહારો
આ મામલે અમિત ચાવડાએ કહ્યુ કે, ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 6 દુષ્કર્મની ઘટનાઓ બની પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મૌની બાબાની જેમ એક શબ્દ બોલતા નથી. આખુ તંત્ર ચુપ છે ત્યારે લોકોની પોતાની બહેન દીકરીની ચિંતા થાય છે. આખા ગુજરાતના લોકોમાં આક્રોશ છે સરકાર લોકોને સલામતી અને સુરક્ષા આપવામા નિષ્ફળ રહી છે. અમે સુરેન્દ્રનગર એસ પીને મળીને તેમને રજુઆત પણ કરી છે કે, તાત્કાલિક ધ્રાગંધાના દીકરી સાથે ઘટના બની તેના આરોપીને કડકમાં સજા થાય એટલા માટે ઝડપથી ચાર્જ શીટ રજુ કરવામા આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આ આરોપીઓને ફાંસીની સજા થાય જેથી કોઈ આવો કૃત્ય કરવાનો વિચાર પણ ન કરી શકે.
બાળકીના પિતાએ ઠાલવી વેદના
બાળકીના પિતાએ પોતાની વેદના ઠાલતા કહ્યુ કે, જો સમયસર પહોંચ્યા ન હોત તો મારી દિકરીની પણ હત્યા થઈ ગઈ હોત આંખમાં પાણી નહીં પરંતુ લોહી વહે છે એટલી વેદના થાય છે. સરકારને હાથ જોડીને વિનંતી છે કે, મારી દિકરીને વહેલામાં વહેલા ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય.
આ પણ વાંચો : Election Results 2024: હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મતગણતરી દરમિયાન રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, લખ્યું -‘… જય હિંદ’