Surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો (teachers) રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા (Banaskantha) બાદ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં તપાસ કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. બનાસકાંઠા, ખેડા સહિતના વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરમા (Surendranagar) પણ ભૂતિયા શિક્ષકો મળી આવતા ખળભળાય મચ્યો છે. રાજ્યમાં ભુતિયા ક્ષિક્ષકોની ઘટનાને પગલે રાજ્ય સરકારના આદેશથી વિવિધ જિલ્લાઓમાં સર્વે શરુ કરાયો છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ કરાયો હતો. ત્યારે આ સર્વેમાં સુરેન્દ્રનગરમાં 2 ભૂતિયા શિક્ષકો હોવાનું સામે આવ્યું છે.
સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા
પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરમાં 2 ભૂતિયા શિક્ષકો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાટડીની અંતરિયાળ ગામોની શાળાના બન્ને શિક્ષકો ગેરહાજર છે. આ શિક્ષકો સરકારનો પગાર લે છે પણ શાળાએ આવતા ન હોવાનું બહાર આવ્યું છે. 300 શાળાઓના સર્વેમાં 2 શિક્ષકો રજા મુક્યા વગર અને 30 દિવસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે.આ શિક્ષકોનો રિપોર્ટ શિક્ષણ વિભાગમાં રજૂ કરાયો છે. આ શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની શિક્ષણવિભાગને શંકા છે. જો કે હાલ સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને બન્ને શિક્ષકોનો રિપોર્ટ રજૂ કર્યો છે.
અન્ય સરકારી શાળાઓનો સર્વે શરૂ
જિલ્લાાં શિક્ષકો શાળાએ નથી જતા અને લાખો રૂપિયા પગાર પેટે લઈ લે છે તે પ્રકારની ઘટના સામે આવતા જિલ્લામાં હજુ અન્ય સરકારી શાળાઓનો સર્વે શરૂ છે. જો કે શાળાઓમાં ચાલતી આ લોલમલોલથી બાળકોના શિક્ષણ કાર્ય સામે સવાલ ઉઠ્યા છે. શિક્ષકો સરકારનો બેઠો પગાર લેવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે ત્યારે આ મામલે કડક કાર્યવાહી જરુરી બની છે.
આ પણ વાંચો : Surat : હીરા ઉદ્યોગમાં આવેલ મંદી વચ્ચે હીરા બજારમાં છેતરપિંડી, પોલીસે ઠગાઇ કરનાર આરોપીઓનું સરઘસ કાઢ્યું