Surendranagar: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી બ્રિજ(bridges) તેમજ રાજમાર્ગો પર ગાબડા પડવા તેમજ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં ભ્રષ્ટાચારના (corruption) કારણે થોડા જ વર્ષોમાં કરોડોના ખર્ચે બનાવેલ બ્રિજની કામગીરીની પોલ ખુલી જતી હોય છે . ત્યારે આજે રાજ્યમાં વધુ એક બ્રિજમાં ગાબડું પડ્યું છે. સુરેન્દ્રનરના (Surendranagar) લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે (Limbadi-Ahmedabad National Highway)પર ઓવરબ્રિજ (overbridge) પર મસ મોટુ ગાબડું પડ્યું છે.
લીંબડી-અમદાવાદ હાઇવે પર ઓવર બ્રિજ પર પડ્યું ગાબડુ
પ્રાપ્ત જાણકારી મુજબ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજમાં ગાબડા પડ્યા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી-અમદાવાદ હાઇવે પર આવેલા ઓવર બ્રિજ પર ગાબડુ પડ્યું છે.લીંબડી સર્કલ પાસે આવેલ ઓવરબ્રિજ પર એક તરફના રસ્તા પર અંદાજે 8 થી 10 ફૂટ લંબાઈનુ ગાબડુ પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા બેરિકેટ મુકીને ગાબડા પુરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
એક વર્ષ પહેલા જ 500 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો બ્રિજ
સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર ગાબડુ પડતા બ્રીજનાં કામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. સાથે જ માત્ર એક વર્ષ પહેલા જ 500 કરોડના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજમાં સામાન્ય વરસાદમાં જ ગાબડું પડતા બ્રીજના બાંધકામ સામે અનેક સવાલો પણ ઉભા થયા છે.
આ પણ વાંચો : Vadoara: વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા સાંસદ હેમાંગ જોષી બજેટ સત્ર અડધામાંથી છોડીને આવી પહોંચ્યા