Surat: સુરતીઓને ટ્રાફિકના પાઠ ભણાવતા પિયુષ ધાનાણીએ પોતે રોંગ સાઇડ ગાડી ચલાવી સર્જ્યો અકસ્માત, જાણો સમગ્ર મામલો

June 13, 2024

 Surat: સુરતમાં ( Surat) ટ્રાફિકની જાગૃતિ અંગે વીડિયો બનાવી સુરતીઓને ટ્રાફિકના પાઠ ભણાવતા સોશિયલ એક્ટિવિસ્ટ પિયુષ ધાનાણી  (Piyush Dhanani) ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક જાગૃતિ શીખવતાં પિયુષ ધાનાણીએ પોતે રોંગસાઈડ વાહન હંકારી યુવકને ઉડાવ્યો હતો.

પિયુષ ધાનાણીએ સર્જો અકસ્માત

લોકોને ટ્રાફિક નિયમનાં પાલન માટે રસ્તે રોકી લાઈવ કરતાં પિયુષ ધાનાણીએ પોતે રોંગ સાઈડ વાહન હંકારી બાઇક સવારને અડફેટે લઈ ઈજા કરી વિવાદમાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઉશ્કેરાયેલાં લોકોએ પિયુષ ધાનાણી પાસે તેમનાં જ મોબાઇલમાં લાઇવ કરી પોતે અકસ્માત કર્યાની કબુલાત કરાવી હતી. જે બાદ આઉટર રિંગ રોડ ઉપર રોંગ સાઇડ વાહન હંકારી અકસ્માત કર્યાની પિયુષ ધાનાણીએ કબુલાત કરી હતી.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

વાયરલ વીડિયોમાં પિયુષ ધાનાણી જણાવી રહ્યા છે કે તેમનાથી ભૂલ થઈ છે અને આ યુવકનો હોસ્પિટલનો ખર્ચો તથા અકસ્માતને કારણે તે જેટલાં દિવસ ઘરે રહેશે તે પ્રમાણે તેની નોકરીનો જે પગાર હશે તે પણ આપવા તૈયાર છે. વધુમાં પિયુષ ધાનાણી વિડીયોમાં બોલી રહ્યા છે કે અકસ્માતનમાં પોતાને પણ પગમાં વાગ્યું છે.સાતમી એપ્રિલે અહીં અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને તંત્રએ અહીં સ્પીડ બ્રેકર નહિ મૂક્યા હોઈ લોકોને જાગૃત કરવા વિડીયો બનાવી રહ્યો હતો.

 લોકોએ સોશિયલ મીડિયામાં પિયુષ ધાનણીનો ઉધડો લીધો

સોશિયલ એક્ટિવિસ્ટ એક બસ રોંગ સાઈડ જતાં તેને રોકવા પીછો કરવાની લ્હાયમાં પોતે આ બાઇક સવાર સાથે ભટકાઇ પડ્યા હતા. ત્યારે આ ઘટના મામલે લોકો પિયુષ ધાનણીનો ઉધડો લઈ રહ્યા છે.

આ પણ વાંચો :  NSA Ajit Dobhal: સતત ત્રીજી વખત NSA બન્યા અજીત ડોભાલ,પી.કે.મિશ્રાને ફરી PMના મુખ્ય સચિવ બનાવાયા, જાણો તેમના વિશે

Read More

Trending Video