Surat Viral Video : સુરતમાં મકાન માલિકે યુવતી સાથે દાખવી બર્બરતા, ભાડું ન ચુકવતા મારામારી પર ઉતર્યો, વિડીયો થયો વાયરલ

July 8, 2024

Surat Viral Video : ગુજરાતમાં યુવતીઓ સુરક્ષિત છે. ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ફરી શકે છે. તેને ડરવાની જરૂર નથી. આજે આ વાતને કેટલેક અંશે ખોટી સાબિત કરતો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક પુરુષ મકાન મલિક તેના મકાનમાં રહેતી મહિલા ભાડુતને ભાડું ન ચૂકવવા બદલ માર મારતો હોય તેવો વિડીયો (Surat Viral Video) સામે આવ્યો છે. સુરત (Surat Viral Video)ની આ ઘટનાથી ગુજરાતમાં મહિલાની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી અને મૂળ મુંબઈની યુવતીને મકાન મલિક દ્વારા ઢોર માર મારવાનો કેસ સામે આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી સુરતની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરતી યુવતીએ 2 મહિનાનું ભાડું ન ચુકવ્યું હોવાથી મકાન મલિક સહીત 3 વ્યક્તિઓ અચાનક ઘરમાં ઘુસી ગયા હતા. આ યુવતી સાથે રહેતી અન્ય બે યુવતીઓ મકાન માલિકને હાથતાળી દઈને નાસી છૂટી હતી. જયારે આ યુવતી પકડાઈ જતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

સુરતમાં ભાડાના મકાનમાં રહેતી યુવતીઓ પાસે મકાન મલિક આવી પહોંચ્યો હતો. પરંતુ આ યુવતીને મેનેજમેન્ટ દ્વારા ભાડું આપવામાં આવ્યું ન હતું. જેના કારણે યુવતીએ પણ ભાડું ચુકવ્યું ન હતું. 2 મહિનાનું ભાડું ન મળતા મકાન મલિક વિફર્યો હતો. અને અચાનક યુવતીને ત્યાં જઈને તેને ઢીંકા – મુક્કા અને વાળ પકડીને ઢોર માર માર્યો હતો. તેની સાથે અન્ય લોકો પણ હતા. જેમાંથી એક વ્યક્તિએ તેને વાળથી પકડી હતી અને બીજો તેને માર મારી રહ્યો હતો. સાથે જ યુવતીને ભાડું ન ચુકવતા કપડાં ઉતારી વિડીયો બનાવવાની પણ ધમકી આપી હતી.

આ ઘટના બાદ યુવતીને 108 દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ યુવતી તેના સમાન સાથે ઉમરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. અને મકાન માલિક વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે. જેમાં તેને તે મકાન મલિક વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. જેમાં પોલીસે તેની લેખિત અરજી લીધી છે અને ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સાથે જ આ ઘટનાનો વિડીયો પણ યુવતીએ પોલીસને આપ્યો છે. ત્રણ લોકો સામે મારામારી એટલે આઈપીસીની કલમ 323 દાખલ કરવામાં આવી છે. હવે આ મામલે અરજી તો કરી દીધી છે પરંતુ શું આ મકાન માલિકને પોલીસ પકડી શકશે ? ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે આ પ્રકારની ઘટનાઓ કેટલી યોગ્ય ?

આ પણ વાંચોRajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં હવે જનતા પીડિતોની વહારે, 10 જુલાઈએ રાજકોટ બંધનું આપ્યું એલાન

Read More