Surat : હાલમાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે એક બાદ એક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સવાલ ઉઠાવી રહ્યા છે. અને સુરતમાં એક કિશોર જાહેરમાં વરાછા વિસ્તારમાં ડ્રગ્સ વહેંચી રહ્યો છે તેવો વિડીયો વાયરલ થયો હતો. અને તે બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસને પત્ર લખ્યો. આ પત્ર બાદ પોલીસ ઊંઘમાંથી જાગી અને રાતોરાત તે વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણ કરેલા તમામને ત્યાંથી હટાવી દીધા હતા.
સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રની અસર તાત્કાલિક અસર જોવા મળી. વરાછા વિસ્તારના બ્રિજ નીચે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે લખેલા પત્રની અસર જોવા મળી. પોલીસ અને પાલિકા દ્વારા સરથાણાથી વરાછા બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા. પાલિકાના દબાણ ખાતા દ્વારા બ્રિજ નીચે રહેલી ગંદકીને પણ દૂર કરવામાં આવી. બ્રિજ નીચે વસવાટ કરતા લોકો દારૂ પીને જ્યાં ત્યાં પડ્યા રહેતા હોવાનું અને ગાંજાનું વેચાણ કરતા હોવાના વિડિયો પણ સામે આવ્યા હતા. હવે આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને તાત્કાલિક ત્યાંથી બધાને હટાવવામાં આવ્યા.
Surat Updates : MLA કુમાર કાનાણીના પત્રની રાતોરાત અસર, કલાકોમા જ ગેરકાયદેસર પ્રવુત્તિ કરતાં લોકોને હાટવી કરી કાર્યવાહી #Surat #SuratPolice #KumarKanani #Nirbhaynews #SuratSamachar #Drugs #Daru pic.twitter.com/hw11HysSUr
— Nirbhaynews (@nirbhaynews1) November 28, 2025
હવે સવાલ અહીં એ છે કે ભાજપના ધારાસભ્યના એક પત્રથી જો રાતોરાત આ બધા દબાણો દૂર થઇ શકે તો પછી જો રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ મામલે આટલો મોટા પાયે વિરોધ થઇ રહ્યો હોય તો તેના પર કોઈ એક્શન લેવામાં આવતું નથી ? કોંગ્રેસના ધારાભ્યોનું શું પોલીસે માનવાનું આવતું નથી ? છેલ્લા ઘણા દિવસથી વિરોધ છતાં વિપક્ષના નેતાઓનું કેમ સાંભળવામાં આવતું નથી ?