Surat : સુરત (Surat) મહાનગરપાલિકા સંચાલિત સ્મીર હોસ્પિટલ (SMIMMER Hospital) અને મેડિકલ કોલેજ દરરોજ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. મેડીકલ કોલેજ હોસ્ટેલ માં શનિવારે રાત્રે રેસિડેન્ટ તબીબે થાઈ યુવતીને રાત્રે બોલાવતા હોબાળો મચી ગયો હતો. કોલેજ પ્રશાસને હોસ્ટેલ નજીકથી બિયર અને દારૂની ખાલી બોટલો મળી આવી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે થાઈલેન્ડની યુવતી અને આરોપી ડોક્ટર વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. જે બાદ તે દોડતી હોસ્ટેલની બહાર આવી અને અવાજ કરવા લાગી. કોલેજ પ્રશાસને કોઈક રીતે યુવતીને ત્યાંથી મોકલી અને તપાસના આદેશ આપ્યા.
થાઈલેન્ડની યુવતીએ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં હંગામો મચાવ્યો
આપને જણાવી દઈએ કે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીર હોસ્પિટલના પરિસરમાં મેડિકલ કોલેજ અને હોસ્ટેલ આવેલી છે. શનિવારે રાત્રે થાઈ યુવતીને બોલાવનાર રેસિડેન્ટ ડોક્ટરે તેને થપ્પડ મારી હતી. જે બાદ તેણીએ ભારે હોબાળો મચાવ્યો અને સિક્યોરિટી કેબિનમાં ગઈ. સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે યુવતી અંગ્રેજીમાં વાત કરી રહી હતી. તેથી જ તેઓ સમજી શક્યા નહીં કે શું થયું.
મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું કે આ બાબતની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. થાઈલેન્ડની યુવતી અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સીસીટીવી ચેક કરીને તપાસ કરી રહી છે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઓર્થોપેડિક્સના ડોક્ટર અંતિમ વર્ષમાં છે. જેણે થાઈ યુવતીને ફોન કર્યો હતો. બહારથી છોકરીઓને હોસ્ટેલમાં બોલાવવાનો આ પહેલો કિસ્સો નથી. બોયઝ હોસ્ટેલમાં દરરોજ પાર્ટીઓ થાય છે. ઉલ્લેખનીય છે કે, રેસિડેન્ટ ડો.ઋત્વિક દરજી સામે આ પહેલા પણ પગલાં લેવાયેલા છે. તે 6 મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે.
2023માં ડોક્ટરે જુનિયરને માર માર્યો હતો
સ્મીમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગમાં આજથી થોડા મહિનાઓ પહેલા 1 ઑગસ્ટ 2023માં વિવાદ સામે આવ્યો હતો. જેમાં એક જુનિયર રેસિડેન્ટ ડોક્ટરને ડો.ઋત્વિક દરજીએ ત્રીજા માલથી બીજા માલ સુધી માર મારતા લાવ્યો હતો. જૂનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવો-બચાવોની બૂમો સાંભળી સિક્યુરિટી માર્શલ અને વોર્ડબોયે દોડી આવી તેને બચાવ્યો હતો
પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી
મેડિકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે, સમયાંતરે રૂમની તપાસ કરવામાં આવે છે. પરંતુ ક્યારેય દારૂનો ઉલ્લેખ નહોતો. આ કેસમાં તપાસ બાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ મામલે SMCની કાયદા સમિતિની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Geniben Thakor : દિલ્લીથી આવ્યા બાદ બનાસની સિંહણ ગેનીબેન પહોંચ્યા માં અંબાની શરણે, ચૂંટણીમાં જીત બાદ લીધા આશીર્વાદ