Surat Stone Pelting : સુરત પોલીસ સામે આરોપીઓને ઢોર માર મારવાને લઈને પત્ર, માનવાધિકાર આયોગને માઇનોરિટી કમિટી દ્વારા કરાઈ ફરિયાદ

September 11, 2024

Surat Stone Pelting : ગુજરાતમાં રવિવારે રાત્રે સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. સૈયદપુરા વિસ્તારમાં વરિયાવી ચા રાજાના ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. આ પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર સુરત શહેરની પોલીસ, તંત્ર અને ખુદ ગૃહ રાજ્યમંત્રી દોડતા થઇ ગયા હતા. રાતોરાત આ ઘટનાના આરોપીઓને ઘરના તાળા તોડી પણ બહાર કાઢવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને જે રીતે આરોપીઓને પકડ્યા બાદનો વિડીયો સામે આવ્યો હતો. તેમાં જોવા મળ્યું હતું કે આરોપીઓને પોલીસે ખુબ માર માર્યો છે. જે બાદ આરોપીઓ સીધી રીતે ચાલી પણ શકે તેવી હાલતમાં નહોતા. હવે આ આરોપીઓને માર મારવાની બાબતને લઈને હવે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખવામાં આવ્યો છે.

સુરતમાં આરોપીઓને ઢોર માર મારવામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે હવે પગલાં લેવા માંગ ઉઠી છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને માઇનોરિટી કોર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે પત્ર લખ્યો છે. જેમાં તેણે સુરત પોલીસના જે કર્મચારીઓ દ્વારા આ આરોપીઓને માર મારવામાં આવ્યો છે તેમની સામે પગલાં લેવા માંગ કરી છે. તેણે આ સમગ્ર ઘટનાનો વિડીયો તો જગજાહેર હોવા છતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સાથે જ તેને પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ વિભાગ તો સરમુખત્યારશાહી દાખવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

હવે પ્રશ્ન એ છે કે એક તરફ જો પોલીસ આ પ્રકારના આરોપીઓને પકડવામાં નિષ્ફળ જાય તો જનતા તેને ગાળો કાઢે. અને જો પોલીસ આરોપીઓને પકડે તો તેમની તરફેણ કરવા લોકો માનવાધિકાર આયોગમાં આરોપીઓના પક્ષ લઈને પહોંચી જાય છે.

Surat Stone Pelting Surat Stone Pelting

આ પણ વાંચો : Kutch Stone Pelting : સુરત બાદ કચ્છની પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, બાળકો દ્વારા કરવામાં આવ્યો પથ્થરમારો ?

Read More

Trending Video