Surat Stone Pelting : સમગ્ર ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે વચ્ચે ગઈકાલે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બની હતી. સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા મળી અને પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યાં હતા. આ ઘટનાના તુરંત બાદ પોલીસ એક્શનમાં આવી અને આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી પોતે આ સ્થળ પર પહોંચ્યા અને પથ્થરમારો કરનારને પકડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અને ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તેની તકેદારી રાખવામાં આવશે.
ગણેશ વિસર્જન અને ઈદને લઇ ગુજરાત પોલીસ એક્શનમાં
સુરતમાં ગઈકાલે બનેલી ઘટના બાદ ગણેશ વિસર્જન અને ઇદે મિલાદે માટે પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે આ મામલે DGP વિકાસ સહાયે બેઠક યોજી હતી. જેમાં 17મી સપ્ટેમ્બરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક સમાજ સાથે મિટિંગ કરી યોગ્ય સૂચનાઓ અપવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં બે જગ્યા પર આ પ્રકારના બનાવ બન્યા છે. બન્ને જગ્યા સ્થાનિક પોલીસ તરફથી ત્વરિત કાર્યવાહી કરાઈ છે. સુરત શહેરના કમિશનર અને સિનિયર અધિકારીઓને ઘટનાક્રમ સમજી યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા અને કાર્યવાહી કરાઈ. સુરત શહેરના 6 જુવેનાઇલ બાળકો હતા જેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. 6 જુવેનાઇલ બાળકો 13 થી 15 વર્ષની ઉમરના છે. 28 જેટલા લોકો ને કોબિંગ કરી અટકાયત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના શાંતિ પ્રિય લોકો હોળી, દીવાળી, ઈદ જેવા તહેવારોમાં પોલીસને સાથ આપે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે. એવા લોકો વિરુદ્ધ ગુજરાત પોલીસે કાર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે.
રાજ્યમાં શાંતિનો માહોલ જળવાઈ રહે તે ગુજરાત પોલીસની જવાબદારી છે. જે પણ કાર્યવાહી કરાશે એ ગુજરાત પોલીસ કાર્યવાહી કરશે. 17 તારીખે ગણેશ વિસર્જન થશે તેના માટે ગુજરાત પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં તૈયારી સાથે પોલીસ તૈનાત રહેશે. ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગુજરાત પોલીસ તૈયાર છે. આજે હું એક વિડિઓ કોન્ફ્રાન્સ કરી અલગ અલગ જિલ્લાઓમાં જે પરિસ્થિતિ છે તેનું નિરીક્ષણ કરીશ. અલગ અલગ જિલ્લાઓમાં 30 કંપની તૈનાત કરવામાં આવશે. સુરત શહેરમાં પણ SRPની કંપની તૈનાત કરવામાં આવી છે.
Surat: શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સામે DGP વિકાસ સહાય આકરાપાણીએ | Nirbhaynews#Surat #GaneshChaturthi #dgpgujarat #GaneshPandal #viralvideo #nirbhaynews pic.twitter.com/Xd2thRfrIP
— Nirbhaynews (@nirbhaynews1) September 9, 2024
ગેરકાયદેસર મિલકત પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
જે બાદ અત્યારે સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. એટલે કે ગેરકાયદેસર મિલ્કતો પર ગુજરાત સરકારે એક્શન લીધું છે. તો હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, પથ્થરમારા કરનાર લોકો સમાજના ગુનેગાર છે. જે પણ યુવાનો આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે, મને ભરોસો છે કે, મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે.
આ પણ વાંચો : Surat Stone Pelting : સુરતમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર, સૈયદપુરામાં પથ્થરમારની ઘટના બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન