Surat Stone Pelting : સમગ્ર ગુજરાતમાં અત્યારે ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે વચ્ચે ગઈકાલે સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બની હતી. સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બાદ ભારે તંગદિલી સર્જાઈ હતી. જેના કારણે લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા મળી અને પોલીસ સ્ટેશનને ઘેરી વળ્યાં હતા. આ ઘટનાના તુરંત બાદ પોલીસ એક્શનમાં આવી અને આ મામલે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રી પોતે આ સ્થળ પર પહોંચ્યા અને પથ્થરમારો કરનારને પકડવામાં આવ્યા હતા.

ગેરકાયદેસર મિલકત પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
જે બાદ અત્યારે સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. એટલે કે ગેરકાયદેસર મિલ્કતો પર ગુજરાત સરકારે એક્શન લીધું છે. તો હર્ષ સંઘવીએ પણ પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચીને CCTVથી ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, પથ્થરમારા કરનાર લોકો સમાજના ગુનેગાર છે. જે પણ યુવાનો આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે તેઓને સમજાવવાનો પ્રયાસ મુસ્લિમ સમાજના લોકો કરે, મને ભરોસો છે કે, મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો યુવાનોને આવનાર દિવસોમાં સમજાવશે.
ત્યારે ફરી એક વખત ગુજરાત સરકારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા ગેરકાયદેસર દબાણ દૂર કર્યું છે. આ પ્રકારના ઉદાહરણોથી સરકાર અસામાજિક તત્વોમાં ફફડાટ ઉભો કરવો પ્રયત્ન કરી રહી છે. ત્યારે શાંતિ અને સલામતી માટે જાણીતા ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ કેટલે અંશે યોગ્ય ?
આ પણ વાંચો : Shaktisinh Gohil : કચ્છમાં શંકાસ્પદ બીમારીથી લોકોમાં ફફડાટ, શક્તિસિંહ ગોહિલે સરકાર પાસે જરૂરી મેડિકલ તપાસની કરી માંગ