Surat:હાલ રાજ્યમાં વરસાદે (Rain) વિરામ લીધો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં (Gujarat) પાણી ભરાઈ જવાને કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં સુરતમાંથી (Surat) એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના (Smimer hospital) રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના (dengue) કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ રેસિડેન્ટ તબીબના મોત બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુના કારણે મહિલા તબીબના મોત
આજે મૂળ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને હાલ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રહેતી મહિલા તબીબ ધારા ચાવડા સુરત શહેર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા. ધારાને પાંચ દિવસથી તાવ આવતો હતો જેથી સ્મિમેર હોસ્પિટલમાં બ્લડ રિપોર્ટ પણ કરાવ્યો હતો જેમાં તેને ડેન્ગ્યુ હોવાનું જણાવાયું હતું.તેને દવા લીધી હતી પરંતુ ડૉ. ધારાની તબિયતમાં સુધારો થતો ન હતો અને મંગળવારે તેમને સ્મિમેરના ગાયનેકોલોજી વિભાગના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ડો. ધારાના પરિવારજનો તેને વિનસ હોસ્પિટલમાં લઈ ગયા.જ્યાં સારવાર દરમિયાન તેની તબિયત લથડી હતી અને તેનું મોત નિપજ્યું હતું જે બાદ ગુરુવારે સવારે ડો.પરિવાર ધારાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેના વતન અમદાવાદ લઈ ગયો હતો.
એક તરફ એવી પણ ચર્ચા છે કે, ડો. ધારાની તબિયત બગડ્યા બાદ પણ તેમને રજા આપવામાં આવી નથી. જેથી તે યોગ્ય સારવાર લઈ સકી ન હતી. જો તેમને સમયસર રજા આપી હોત તો તે ઘરે જઈને વધુ સારી સારવાર મેળવી શકી હોત.
હોસ્પિટલમાં જ ગંદકીનું સામ્રાજ્ય
આરોગ્ય વિભાગની ટીમે સ્મીર હોસ્પિટલ જઈને જોયું કે સુરત મહાનગરપાલિકાની કેટલીક ખામીઓને કારણે ડો. ધારા જ્યાં રહેતા હતા તેની આસપાસ ઘણી બધી ગંદકી હતી. તમને જણાવી દઈએ કે ત્યાં ઘણી ગંદકી હતી અને ત્યાં દેશી દારૂની બોટલો અને બિયરના કેન જેવા નશાની ગંદકી પડી હતી. તમને જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં અગાઉ પણ ઘણી વખત ગંદકીના મામલામાં દવા અને દારૂનું વેચાણ થઈ ચૂક્યું છે કેટલાક ફટો પણ આવ્યા છે. ત્યારે આજે ફરી એક વાર આ હોસ્પિટલ વિવાદમાં આવી છે. જયાં લોકો માંદગીની સારવાર માટે જતા હોય છે તં જ ખરેકર માંદગીનું ઘર બની ગયું છે. ત્યારે અહીં આવતા દર્દીઓના આરોગ્યને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આમ સુરત સ્વચ્છતામાં ભારતમાં નંબર 1 પર આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો : Himachal Pradesh: શિમલા બાદ હવે મંડીમાં ગેરકાયદે મસ્જિદ નિર્માણનો ઉગ્ર વિરોધ, પોલીસે વોટર કેનનનો મારો કર્યો