Surat માં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

June 30, 2024

Surat Rain : હવામાન વિભાગની (Meteorological department) આગાહી (forecast) પ્રમાણે સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં (Surat) ગઈ કાલ રાતથી ધોધમાર વરસાદ શરુ થયો છે. અનાધાર વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અનરાધાર વરસાદથી સુરરતના હાલ બેહાલ થયા છે.

ધોધમાર વરસાદથી સુરત જળબંબાકાર

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ગઈકાલ રાતે જ એકધારો વરસાદ સુરત શહેરમાં વરસી રહ્યો છે.જેના કારણે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ પાણ ઉદભવી છે. તંત્રએ રેસ્ક્યૂ માટે બોટ દોડતી કરી છે. બીજી તરફ રસ્તા ઉપર પાણી ફરી વળવાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે.

Surat Rain

ખટોદરામાં વરસાદના કારણે દુર્ઘટના

વરસતા વરસાદની વચ્ચે ખટોદરા વિસ્તારમાં આવેલા એસએમસીના કોમ્પ્યુનિટી હોલમાં દુર્ઘટના સર્જાઈ હતી. એક પ્રસંગ દરમિયાન પીઓપી પડી જતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટાનાને પગલે તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસે઼ડ્યા હતા.

અનેક વિસ્તારોમા વૃક્ષો ધરાશાઈ

ભારે વરસાદને પગલે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઝાડ પડવાના કોલ પણ ફાયર વિભાગને મળી રહ્યા છે, જેને લઈને ફાયર વિભાગની ટીમ સતત દોડીને ઝાડ ખસેડવાની કામગીરી પણ કરી રહી છે.  તો બીજી તરફ વરાછા ફૂલ માર્કેટ પાસે એક વિશાળકાય ઝાડ ધરાશાયી થતા રિક્ષાચાલકને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.

સુરતના મેયરે કરી સ્થળ મુલાકાત

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે તંત્રની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણી નીચાણ વાળા વિસ્તારમાં વધુ વરસાદના કારણે પાણી ભરાતા સ્થળ મુલાકાતે પહોંચ્યાં હતા.

આ પણ વાંચો : Ahmedabad માં ધોધમાર વરસાદ,રસ્તાઓ પર વહેતા થયા વરસાદી પાણી, હજુ અમદાવાદ માટે આટલા કલાક ભારે

Read More

Trending Video