Surat : દશેરાને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં, ફાફડા જલેબીનું વેચાણ કરતા દુકાનદારો પર તવાઈ

સુરત શહેરમાં ફાફડાને જલેબીનું વેચાણ કરતા લારી અને દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા સેમ્પલો લઈ ચેકિંગ હાથ ધરવામા આવી રહ્યું છે.

October 23, 2023

Surat News : દશેરાના તહેવાર પર રાજ્યભરમાં ફાફડાને જલેબીનું ખુબ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે જેથી વેપારીઓ વધુ નફો મેળવવા માટે ફાફડાને જલેબી ગુણવત્તા સાથે ખેલવાડ કરતા હોય છે. ત્યારે સુરત શહેરમાં ફાફડાને જલેબીનું વેચાણ કરતા લારી અને દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા સેમ્પલો લઈ ચેકિંગ હાથ ધરવામા આવી રહ્યું છે. વારંવાર હલકી ગુણવત્તનો ફાફડા જલેબીનું વેચાણ કરતા દુકાનદારો પર હવે કડક પગલાં ભરવા આદેશ મળતા ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.

Sarita 1 2023 10 23T133357.455

ફૂડ વિભાગ હરકતમાં આવ્યું

દશેરાનો તહેવાર સુરતીઓ અલગ રીતે ઉજવતા હોય છે અને રાજ્યભરમાં ફાફડા અને જલેબીનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે ત્યારે અમુક વેપારીઓ ગુણવત્તા વાળા ફાફડા અને જલેબીની જગ્યા પર ઓછી ગુણવત્તા અને ફાફડા જલેબી વેચાણ કરી વધુ નફો મેળવતા હોય છે અને આવી વારંવાર ફરિયાદો રાજ્ય સરકારના ફૂડ સેફ્ટી વિભાગને મળતી હોય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર આશિષ નાયકના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના ફૂડ વિભાગના ઇસ્પેક્ટર જગદીશ સાલુંકેની અલગ અલગ અધિકારીઓની ટીમ સુરત શહેરના તમામ ઝોનમાં લારી અને દુકાન પર આપણા જલેબીનું વેચાણ થતું હોય તે જગ્યા પર આજે સવારથી જ દરોડા પાડવામાં આવ્યા છે.

Sarita 1 2023 10 23T133821.271

વિશેષ મશીનથી ચેકિંગ હાથ ધરાયું

સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા આજે જ સવારથી જ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફાફડા અને જલેબી નું વેચાણ કરતા લારી અને દુકાનોમાં ફાફડા જલેબીના સેમ્પલ લઇ ને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ગુણવત્તાના ફાફડાને જલેબનું સેમ્પલો લઈ રહ્યા છે અને ખાસ કરીને ફાફડા બનાવતા તેલનું વિશેષ મશીનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરતાં ફાફડા અને જલેબીના વેપારી પર લગામ લગાવવાનો મહાનગરપાલિકા શરૂ કરી દીધું છે જેથી કરીને આગામી દિવસમાં આવા વેપારી ના ફૂડ સેમ્પલમાં ગુણવત્તા પ્રમાણે નહીં હશે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેના લાયસન્સ રદ કરવાનું અને તેમજ દંડ ફટકારવામાં આવશે.

Read More

Trending Video

   
         
                 
સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, તમને મળશે ગજબના ફાયદા સોનાક્ષીએ પતિ ઝહીર ઈકબાલ સાથે કરી પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી, જુઓ Photos સુરતના વેપારીએ હીરા પર બનાવી ટ્રમ્પની પ્રતિકૃતિ, જુઓ Video સુંદરતામાં આ મહિલા IAS ઓફિસર બોલિવૂડની હિરોઈનોને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો સીઆર પાટીલે જય શાહને સ્ટેડિયમાં શું કહ્યું? જુઓ તસવીરો