Surat : ગુજરાતમાં હાલ દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. જ્યારથી વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ પરના નિવેદન બાદ આ મામલે વિપક્ષ અને આમ આદમી પાર્ટી બંનેના નેતાઓ સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સુરતમાંથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક 10 વર્ષનો કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. અને જો જાહેરમાં વેચાણ થતો વિડીયો વાયરલ થાય ત્યારે આ મામલે ખુબ જ ચર્ચાઓ વધી ગઈ છે. ત્યારે હવે આ મામલે ભાજપના જ ધારાસભ્ય મેદાને આવ્યા છે. અને મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશ્નરને લખ્યો છે.
સુરતમાં બ્રિજ નીચે ગાંજા સહિતના માદક પદાર્થનું વેચાણ કરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. સુરતના વરાછા-સરથાણા વિસ્તારમાં વિડીયો વાયરલ થયો છે. એક કિશોર ગાંજાનું વેચાણ કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. વરાછા રોડ-સરથાણા રોડના પુલો નીચે બ્યુટીફિકેશનને બદલે ડર્ટીિફિકેશન ચાલી રહ્યું હોવાની વાત MLA કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી છે. અને તે મામલે પત્ર પણ લખવામાં આવ્યો છે. પુલ નીચે પરિવારો વસવાટ કરે છે. તેઓ ગંદકી ફેલાવે છે. વરાછા રોડના પુલો નીચેના વસવાટ અને દબાણો દૂર કરવા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો છે.
સુર્યપુર ગરનાળા થી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના બ્રિજ નીચે દબાણ આવેલા છે. ઓવબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ મોટા પ્રમાણમાં લોકો રહે છે. પોલીસ વિભાગ અને સુરત મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરોનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો. તેનો લેખિતમાં જવાબ આપવા MLA ની માંગણી છે.
