Surat : અનેક વાર પત્ર લખીને સરકારી તંત્રનો કાન આમળતાં વરાછાના (varachha) ધારાસભ્ય કુમાર કાનાણીનો ( MLA Kumar Kanani) વધુ એક પત્ર સામે આવ્યો છે. રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે GMERS કોલેજોમાં ફી વધારા મામલે કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને (CM) પત્ર લખ્યો છે. અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે.
MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ
ઉલ્લેખનીય છે કે, ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીસમાં રાતોરાત વધારો કરી દીધો હતો.GMERSસેમિ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક 50 ટકાથી વધુનો વધારો ઝીંકી દેવામા આવ્યો છે. ત્યારે આ અસહ્ય ફી વધારા મામલે રાજ્યમભરમાં વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી પણ મેદાનમાં આવ્યા છે. કુમાર કાનાણીએ આ ફી વધારા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, આ ફી વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો ન આવે અને તેમનું ભવિષ્ય ન બગડે તે માટે વિદ્યાર્થીઓના હિતમાં આ ફી વધારો પરત ખેંચવાની માંગ કરી છે.
આ પણ વાંચો : BJP Gujarat : ભાજપ સંગઠનમાં ઝઘડાની ચેટ વાયરલ, શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ થયો ભડકો ?