Surat Metro Bridge : ગુજરાતમાં બ્રિજ પડવા, તેમાં ગાબડાં પડવા કે પછી બ્રિજ જર્જરિત હાલતમાં હોવો એ સામાન્ય બાબત છે. છેલ્લા કેટલાક દિવસથી બ્રિજમાં ગાબડાં પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પ્રજા બોલતી રહે પણ તંત્ર કે સરકારને આ મામલે ક્યાં કોઈ દરકાર જ છે. એટલે પ્રજાના પૈસા ચાઉં કરવા માટે જ આ નેતાઓ અને પદાધિકારીઓ બેઠા છે. ત્યારે આજે વધુ એક બ્રિજમાં ભ્ર્ષ્ટાચારની ઘટના સામે આવી છે. સુરતમાં સરોલી પાસે બની રહેલ મેટ્રો બ્રિજ અચાનક વચ્ચેથી નમી ગયો.
સુરતના સરોલી પાસે આજે એક મેટ્રોબ્રિજ નામી જવાની ઘટના સામે આવી છે. મેટ્રોની કામગીરી ચાલતી હતી અને તે દરમિયાન આ બ્રિજ નમી જવાની ઘટના બની હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. પરંતુ મેટ્રોનો બરોજ નામી જતા રસ્તામાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તાત્કાલિક પગલાં લેતા તંત્ર અને પોલીસ દ્વારા આ રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. પરંતુ બાંધકામની કામગીરી ચાલી રહી હોય અને બ્રિજ નમી જાય તો તેના જવાબદાર કોણ ? ભ્ર્ષ્ટાચારનો વધુ એક બ્રિજ નમી ગયો અને સરકાર આંખ આડા કાન કરીને બેઠી રહી છે.
કઈ કંપની પાસે છે મેટ્રો બ્રિજનો કોન્ટ્રાક્ટ ?
સુરતમાં બની રહેલા આ મેટ્રો બ્રિજનો કોન્ટ્રાકટ દિલીપ બિલ્ડકોન પાસે છે. 2022માં સુરત મેટ્રો લાઈન 2 કોરિડોરનું કામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે દિલીપ બિલ્ડકોન લિમિટેડ આપ્યું હતું. આ કોન્ટ્રાકટ હેઠળ 702 કરોડનો વર્ક ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.
AAP ના સેજલ માવલીયાએ શું કહ્યું ?
મેટ્રોની કામગીરીને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે. મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છે અને તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.
હવે અહીં પ્રશ્નો એ ઉભા થયા છે કે આ તો હજુ નિર્માણકાર્ય ચાલી રહ્યું હતું અને બ્રિજ નમી ગયો. પરંતુ જો મેટ્રો લાઈન ચાલુ થઇ ગઈ હોય અને ત્યારબાદ જો આ ઘટના બને તો તેના જવાબદાર કોણ હોય ? કોન્ટ્રાકટ તો સરકાર આપી દે છે પરંતુ આ ભ્ર્ષ્ટાચારી કોન્ટ્રાક્ટરને શું કહેશો જેના કારણે આ ઘટનાઓ સર્જાઈ છે. હવે આ બ્રિજ નમ્યા બાદ સરકાર શું કામગીરી કરે છે તે તો જોવાનું રહ્યું.