Surat: માંગરોળમાં ગેંગરેપના આરોપીઓ પર ફાયરિંગ, 2 લોકોની ધરપકડ; એક ફરાર

October 9, 2024

Surat: રાજ્યમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી રહે છે. વડોદરા બાદ હવે સુરતમાં પણ આવી ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે સુરતના માંગરોળમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મામલે સુરત જિલ્લા પોલીસ વડાએ તપાસને લઇ માહિતી આપી હતી. જોકે, માંગરોળમાં સગીરાને પીંખનાર આરોપીઓ પોલીસને જોઈને ભાગતા ફાયરિંગ કર્યું હતું. જેમા બેની ધરપકડ કરી છે અને એક ફરાર છે.

માંગરોળમાં સગીરાને પીંખનાર પોલીસે ત્રણેય પરપ્રાંતીય આરોપીઓની ઓળખ કરી તેની શોધમાં હતા. ત્યારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ હોવાની બાતમી મળતા સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં ત્રણેય આરોપીઓ પોલીસને જોઈને ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. જ્યાં અંધારાનો લાભ લઈને એક આરોપી નાસી ગયો હતો અને બે પોલીસના હાથે પકડાઈ ગયા છે. નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ બાદ હવે ગૃહ રાજ્યમંત્રીના ગૃહ જિલ્લામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતાં ગુજરાતમાં આક્રોશ છે. માંગરોળના બોરસરા ગામે વડોદરા પેટર્નથી 3 નરાધમે પહેલા સગીરાના મિત્રને માર મારીને ભગાડી મૂક્યો, બાદમાં એક બાદ એક સગીરાને પીંખી નાખી હતી. આ નરાધમો દુષ્કર્મ બાદ પીડિતા અને તેના મિત્રનો મોબાઇલ પણ લઇ ગયા હતા.

શું છે સમગ્ર મામલો ?

સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્ર સાથે પેટ્રોલ પુરાવા જઇ રહી હતી. જે દરમિયાન તેઓ એક જગ્યાએ ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ત્રણ જેટલા શખ્સો પહોંચ્યા હતા. અને તેમણે આ અવાવરું જગ્યા પર આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાના મિત્રને માર માર્યો હતો અને જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: Delhi: ‘અમે નાગરિકોના સેવક છીએ’, મંત્રી પરિષદની બેઠકમાં PMએ આપ્યું નવું સૂત્ર

Read More

Trending Video