Surat: રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને (Rajkot rural LCB) સુરત-વડોદરા હાઈવે (Surat-Vadodara highway) પર અંકલેશ્વર (Ankleshwar) પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે જાણ થતા અંકલેશ્વર અને ભરૂચ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આરોપીને સુરતથી રાજકોટ લઈ જતી LCB ની ટીમને નડ્યો અકસ્માત
સુરત જિલ્લામાં નેશનલ હાઇવે 48 પર રાજકોટ LCB ટીમને અકસ્માત નડ્યો હતો. જેમાં માંગરોળના નાના બોરસરા ગામ પાસે રાજકોટ LCB ની ખાનગી કારને એક ટ્રકએ ટક્કર મારી જેને લઇને કાર આગળ ચાલી રહેલ વાહનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે LCB ની કાર પડીકું વળી ગઈ હતી.
કેવી રીતે સર્જાયો અકસ્માત ?
મળતી માહિતી મુજબરાજકોટ ગ્રામ્ય LCB ના હેડ કોન્સ્ટેબલ ગોંડલના દિગ્વિજયસિંહ રાઠોડ, ઉપલેટાના અરવિંદસિંહ જાડેજા, જેતપુરના દિવ્યેશભાઈ સુવા અને ગોંડલ રહેતા ઘનશ્યામસિંહ જાડેજા ગોંડલની એક છેતરપીંડીની તપાસમાં સુરત ગયા હતાં. જ્યાં તપાસ કર્યા બાદ LCB ની ટીમ ત્યાંથી રાજકોટ જિલ્લાના એક ગુનાના આરોપીનેલઈ રાજકોટ પરત આવી રહી હતી. આ દરમિયાન સુરત-વડોદરા હાઈવે પર અંકલેશ્વર નજીક એલસીબીની ટીમ જે CRETA કારમાં હતી તે કાર આગળ બંધ પડેલ એક ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું મોત નિપજ્યું હતું. જ્યારે પોલીસ કર્મીઓ અને કારમાં લઈ જવાઇ રહેલ આરોપીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટના મામલે સુરતની કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.
ઈજા પામનાર પોલીસ કર્મીઓના નામ
(1) ઘનસ્યામસિંહ માહિપતસિંહ જાડેજા
(2) સુવા દિવ્યેશભાઈ દેવાયતભાઈ
(3) જાડેજા અરવિંદસિંહ દાનુભા
આરોપી : વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમાર
આ પણ વાંચો : કેજરીવાલની મુશ્કેલીઓ ફરી વધશે? સીબીઆઈ જેલ જઈને મહાઠગ સુકેશ ચંદ્રશેકરનું નિવેદન નોંધ્યું