Surat :ખાડારાજથી જનતા ત્રસ્ત, હવે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા મેદાને

August 30, 2024

Surat: ધારાસભ્ય કુમાર કાનાણી (Kumar Kanani) લોકમુદ્દાઓ લઈને અવાર નવાર અવાજ ઉઠાવતા રહે છે. લોકોની સમસ્યાને લઈને તેઓ પત્ર લખીને જે તે વિભાગના મંત્રીઓને પણ રજૂઆત કરતા હોય છે. ત્યારે હવે સુરત (Surat)  વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં કુમાર કાનાણીએ સુરતમાં ખાડા રાજ સામે અવાજ ઉઠાવ્યો છે. આ વખતે કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકાના (SMC) મ્યુનિસિપલ કમિશનરને (Municipal Commissioner) ઉપર નિશાન સાધ્યું છે. અને મ્યુનિસિપલ કમિશનરને શહેરના ખાડા વાળા રસ્તાઓના ત્રાસ બાબતે પત્ર લખીને શહેરની જનતાને ખાડા રાજના ત્રાસમાંથી મુક્ત કરાવાની માંગ કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ

દક્ષિણ ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ત્યારે સુરતમાં ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે. ડાયમંડ સીટી કહેવાતા સુરતમાં ખાડારાજથી જનતા ત્રસ્ત છે. તંત્રને અનેક વખત રજુઆત કરવા છતા પણ આ બાબતે ધ્યાન આપવામા આવતું નથી અગાઉ વિપક્ષે પણ સુરતમાં ખાડારાજનો અનેક વખત વિરોધ કર્યો છે પરંતુ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે વારાછાના ભાજપના ધારાસભ્યએ જ તંત્રને ઉંઘમાંથી જગાડવા માટે પત્ર લખ્યો છે.

કુમાર કાનાણીએ તંત્ર પર કર્યા પ્રહાર

કુમાર કાનાણીએ શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઊભું થયું છેજે સહન કરી શકાય તેમ નથી તેઓ પણ ઉલ્લેખ કર્યો છે. એક તરફ શહેર પોલીસ ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવે છે તો બીજી તરફ ખાડાઓને કારણે લોકો સરળતાથી ટ્રાફિક સિગ્નલ કે રસ્તો પસાર કરી શકતા નથી. તેના પરિણામે ટ્રાફિકજામ ની સમસ્યા ઉભી થતી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સાથે તેમણે તંત્ર પર પ્રહાર કરતા તેમ પણ કહયું છે કે, સુરત મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે. ઉંઘી રહ્યું છે. જે ખુબ જ દુઃખદ બાબત છે. તો યુધ્ધના ધોરણે રીપેર કરવામાં આવે. ત્યારે વિપક્ષ અને જનતાનો અવાજ ન સાંભળતું સુરતનું નિદ્રાધિન તંત્ર હવે ભાજપના ધારાસભ્યની માંગ સ્વીકારે છે કે, નહીં તે જોવું રહ્યુ..

આ પણ વાંચો : Gujarat Rain:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 218 તાલુકામાં વરસાદ,સૌથી વધુ માંડવીમાં વરસાદ ખાબક્યો

Read More

Trending Video