Surat Kamrej Jail : જેલમાંથી એક ડાયરાના કાર્યક્રમ ફરમાઈશ આવી કે ફરમાઈશ કામરેજ જેલમાં બંધ એક આરોપી દ્વારા જેલમાં બેઠા બેઠા કરી હતી ત્યારૅ આ વાત સામાન્ય માણસ માટે નવાઈની વાત કહેવાય. પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે તે નવાઈ નહિ. જેલમાંથી મોબાઈલ મળવો, દારૂ મળવો કે અન્ય વસ્તુઓ મળે તો નવાઈ લગતી નથી. પરંતુ હવે તો ગુજરાતની જેલ જાણે જલસાનો અડ્ડો બન્યું હોય તેવું લાગી રહ્યું છે. આવું જ કંઇક બન્યું છે સુરતની કામરેજ જેલમાં.
સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો ગઢ કહેવાય છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રીના ગઢમાં જ જાણે ક્રીમનલો બેખોફ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના કામરેજ વિસ્તારમાં સાકા ભરવાડ કે જે હિસ્ટ્રીશીટર તરીકે ઓળખાય છે. અને તેને થોડા મહિના પહેલા એક હોટલના માલિકને નજીવી બાબતમાં માથાકૂટ થતા છરી વડે હુમલો કર્યો હતો. જે કેસમાં પોલીસે સાકા ભરવાડની ધરપકડ કરી હતી. ત્યારથી સાકા ભરવાડ કામરેજ જેલમાં બંધ છે. ત્યારે સુરતમાં એક ડાયરો ચાલી રહ્યો હતો. જેમાં ડાયરાનું લાઈવ પ્રસારણ સાકા ભરવાડ જેલમાં બેઠા બેઠા જોઈ રહ્યો છે. અને ખુદ ડાયરા કલાકાર તેના ડાયરામાં કહે છે કે સાકા ભરવાડ જે જેલમાં બંધ છે. અને ત્યાંથી એ આ લાઈવ જોઈ રહ્યા છે. અને તેમની ફરમાઈશ છે જેથી આ ગીત વગાડવામ આવી રહ્યું છે.
ત્યારે શું જેલમાં આ રીતે લાઈવ ડાયરો દેખવી શક્ય છે ખરી? આમતો એવું કહેવાય છે કે જેલમાં કેડી ને કોઈજ સુવિધા ના મળે! પરંતુ જો તમારી જોડે પૈસા હોય તો તમે જેલમાં હોવ તો પણ તેમાં સુવિધા તમને મળી રહે તે વાત સાચી હોય તેવું જ લાગી રહ્યું છે. સવાલ એ પણ ઉભા થાય છે કે જો સોકો ભરવાડ જેલમાંથી લાઈવ જોતો હોય તો શું જેલ તંત્ર ને ખબર ના હતી? કે પછી જેલ તંત્ર દ્વારા જ આ લાઈવ દેખવા દેવામાં આવતો હતો. હર્ષ ભાઈ તમારી જેલમાં શું આવું જ ચાલે છે કે જે આરોપી પૈસા આંખે એટલે તને તમામ સુવિધાઓ જેલમાં મળી રહે? આ પહેલા પણ અનેક વાર એવું સામે આવ્યું છે કે જેલમાં બેઠા બેઠા આરોપીઓ મોબાઈલનો ઉપયોગ કરતા હોય જેલમાં રહીને આરોપીઓ કોઈની સોપારી લેતા હોય અને હમણા જ તાજેતરમાં કચ્છ CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલને ભગાડવામાં પણ જેલમાં બંધ બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો હાથ હોવાનું સામે આવ્યું ત્યારે હવે આ ડાયરામાં પણ જેલમાં બંધ આરોપી ડાયરો લાઈવ જુએ પણ છે. અને તેની ફરમાઈશ પણ કહે છે. જે સાબિત કરે છે કે જેલ તંત્ર પર ગૃહ વિભાગની અને ગૃહ મંત્રીની કોઈ જ પકડ નથી. ત્યારે હવે આ કેસમાં પણ ખાલી તપાસના ઢોંગ રચાશે અને કદાચ એક-બે જેલ સિપાહીને સસ્પેન્ડ કરી સંતોષ માનવામાં આવશે.
આ પણ વાંચો : Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડની 59 દિવસે ચાર્જશીટ રજુ કરાઈ, ત્રણ થેલા ભરીને ચાર્જશીટ રજુ કરાઈ