Surat : સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં જોરદાર ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તો બીજી તરફ આ ઉમેદવારી ફોર્મ ભરવા જવામાં ક્યાંક બબાલનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને તે જ સમયે ભાજપના ઉમેદવારો પણ ત્યાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જ્યાં બંને પક્ષના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યાં બંને પક્ષના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર હુરિયો બોલાવવામાં આવ્યો હતો. અને કલેક્ટર કચેરી બહાર માહોલ થોડો તંગ બની ગયો હતો. અત્યારે તો જે બાબલ કરી હોય પણ આગામી સમયમાં જોવાનું રહેશે કે કઈ પાર્ટી પોતાનો દબદબો બનાવી શકે છે.
Surat માં ગોપાલ ઇટાલિયાના અને ભાજપના સમર્થકો આમનેસામને | Nirbhaynews #GopalItalia #ManojSorathiya #surat #bjpgujarat #aap #LocalElection #ElectionUpdate #congress #Nirbhaynews pic.twitter.com/UjoDxfLmcq
— Nirbhaynews (@nirbhaynews1) April 11, 2026
આ પણ વાંચો : Raju Karpada : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાંથી રાજુ કરપડા મેદાને, મૂળી-02 બેઠક પરથી ભર્યું ઉમેદવારી ફોર્મ