Surat Govenment School : ગુજરાતમાં શિક્ષણમંત્રીના વિસ્તારમાં એક પણ શિક્ષક વગર ચાલતી શાળા, આમ આદમી પાર્ટીએ બતાવી શિક્ષણની કથળતી સ્થિતિ

July 3, 2024

Surat Govenment School : ગુજરાત (Gujarat)માં સરકારી શાળાઓને લઈને સમસ્યાઓ સામે આવતી જ રહે છે. ત્યારે ગુજરાતમાં ક્યાંક શાળાઓ ખખડધજ હાલતમાં છે તો ક્યાંક શિક્ષકોની તંગી જોવા મળી રહી છે. અને હદ્દ તો ત્યારે થઇ જાય જયારે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો હોય છે પરંતુ શિક્ષકો જ નથી. આજે જ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. પરંતુ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા (Praful Panseriya)ના વિસ્તારમાં આવેલી શાળામાં જ એક પણ કાયમી શિક્ષક નથી.

શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના વિસ્તારના ખડસદ ગામમાં આવેલી પ્રાથમિક શાળા (Surat Govenment School)માં જ કોઈ કાયમી શિક્ષક નથી. એટલે એવું કહી શકાય કે એક એવી સરકારી શાળા જે ઝીરો કાયમી શિક્ષકથી ચાલે છે. આ શાળામાં એક શિક્ષક કામચલાઉ છે અને બીજા પ્રવાસી શિક્ષક છે. શાળાના નામે માત્ર એક જ ઓરડો, એમાં આખી શાળાના બાળકો ભણે અને એ જ ઓરડામાં આચાર્યની ઓફિસ પણ આવેલી છે. આજ રોજ ‘આપ’ના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, સંગઠન મંત્રી રામ ધડુક, સ્થાનિક કોર્પોરેટર મહેશ અણઘણ અને વિપક્ષ દંડક રચના હિરપરાએ આ શાળાની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચોHemant Soren : હેમંત સોરેન ફરીથી ઝારખંડના સીએમ બનશે ! ચંપઈ સોરેન સાંજે આપી શકે રાજીનામું

Read More

Trending Video