Mangrol Gang Rape Case : સુરતથી (Surat) એક મોટા સમાચાર સામે આવ્યા છે. માંગરોળ ગેંગરેપ કેસના ત્રણ આરોપીઓમાંથી એક આરોપીનું મોત નિપજ્યું છે. જાણકારી મુજબ શિવશંકર ઉર્ફે દયાશંકર Surat ચૌરસિયા નામના આરોપીને શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત વધુ લથડતા મોત થયું હતું. માંગરોળ દુષ્કર્મ કેસના બે પૈકી એક આરોપી શિવશંકર ચૌરસીયાનું કસ્ટોડિયલ ડેથના સમાચાર સામે આવ્યા છે પરંતુ હજી સત્તાવાર જાહેરત બાકી છે.
ગઈ કાલે પોલીસે તડકેશ્વરમાંથી બે આરોપીઓને ઝડપ્યા હતા
પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, ‘મંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામની સીમમાં આવેલા એકાંત વિસ્તારમાં મંગળવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ એક સગીર બાળકી પર ત્રણ બદમાશોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટના સ્થળ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે સગીર છોકરી કોચિંગ પછી તેના મિત્રોને મળવા ગઈ હતી, તે દરમિયાન બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં ગઈ કાલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી તેમજ ત્રીજા આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. પોલીસ ત્રીજા આરોપીને શોધવામાં લાગી છે.
શું બની હતી સમગ્ર ઘટના ?
સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્ર સાથે પેટ્રોલ પુરાવા જઇ રહી હતી. જે દરમિયાન તેઓ એક જગ્યાએ ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ત્રણ જેટલા શખ્સો પહોંચ્યા હતા. અને તેમણે આ અવાવરું જગ્યા પર આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાના મિત્રને માર માર્યો હતો અને જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીને એકલી છોડીને ભાગેલા મિત્રોએ ભાગી જતાં સ્થાનિક લોકોને આ અંગે જાણ કરી હતી. જે બાદ માહિતી મળતા જ સ્થાનિક લોકો અડધા કલાકમાં જ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પણ વાંચો : Ratan Tata Passed Away :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ પહોંચી રતન ટાટાને પાઠવી શ્રદ્ધાંજલિ