Surat : સુરતના (Surat) હીરા ઉદ્યોગમાં (diamond market) મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા.ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરતમાં હીરાની ઠગાઈના કિસ્સા આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના મહિધરપુરા હીરા બજારમાંથી સામે આવ્યો હતો જેમાં એક હીરા વેપારી સાથે 50 લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઇ ઠગાઇ કરવામા આવી હતી. આ મામલે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લીધો હતો ત્યારે આ હીરાના વેપારીઓ સાથે ઠગાઇ કરનાર આરોપીઓનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે.
પોલીસે હીરાના વેપારીઓ સાથે ઠગાઇ કરનાર આરોપીઓનું સરઘસ કાઢ્યું
જાણકારી મુજબ મહિધરપુરા હીરા બજારમાં છેલ્લા એકાદ મહિનાથી વીસ લાખથી પચાસ લાખની છેતરપિંડીની ફરિયાદોનો રાફડો પોલીસમથકે ફાટ્યો છે. જેના પગલેપોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતમાં હીરા વેપારીઓમાં જાગૃતતા આવે તે માટે આજે મહિધરપુરા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી હીરા વેપારીઓને માહિતગાર કર્યા છે. જેમાં મહિધરપુરા પોલીસે હીરા દલાલ સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમને 50 લાખ રૂપિયાની વધુ કિંમતના હીરા લઇ ઠગાઇ કરી હતી. ત્યારે પોલીસે જેનેશ ધનજી બચુભાઈ ભાદાણી અને હર્ષિલ મેંઘજીભાઈ કાકડિયાનું સરઘસ કાઢ્યું હતું. આ ઠગબાજો જે વિસ્તારમાં ઓફિસ ધરાવી વેપારીઓ સાથે ઠગાઇ કરતા હતા એજ વિસ્તારમાં પોલીસે સરઘસ કાઢ્યું હતું અને વેપારીઓને સંદેશ આપ્યો હતો.
પોલીસે વેપારીઓને કર્યા એલર્ટ
PI એચ એમ ચૌહાણે જણાવ્યું હતુ કે, મહિધરપુરા હિરાબજારમાં નાના વેપારીઓ કામ કરે છે. પરંતુ તેમની સાથે કેટલાક લેભાગુ તત્વો પણ મળી જાય છે અને લાખોની ઠગાઈ કરતા હોય છે આ વેપાર વિશ્વાસનો છે. તેમાં કંઈ બીલ અને ચેકનો રિવાજ નથી જેના કારણે આવાલેભાગુ તત્વો ફાવી જતા હોય છે અને બે પાંચ લાખ જેની નાની રકમની ઠગાઈ થતા વેપારીઓ ફરિયાદ પણ કરતા નથી. જેથી આ ગુનેગારોને મોકળું મેદાન મળી જતું હોય છે. જેના અવરનેશના ભાગ રુપે અમે જાતે અમારા સ્ટાફ સાથે હિરા બજારમાં અમારી પાસે રહેલા માઈક સિસ્ટમ દ્વારા જાહેરાત કરી રહ્યા છીએ કે, તમારી સાથે આવી કોઈ ઘટના બને છે તો તમે અમારી પાસે આવો. અમે વેપારીઓને હીરા બજારના વેપારમાં શુ કાળજી રાખવી જે પણ સુચન કરતા હોઈએ છીએ. અજાણ્યા કોઈ પાસેથી વેપાર કરતા હોય તો ગેરેન્ટી સ્વરુપે લેટર લે. બિલ ઈસ્યુ કરે અને જો વિશ્વાસથી વેપાર કરવાનો હોય તો જે શાખ ધરાવતી પેઢી અથવા વ્યક્તિ હોય તેના ભરોસે વેપાર કરે જેથી ભવિષ્યમાં કોઈ ગુનાહિત કૃત્ય બને તો તપાસ કરવામા અને પુરાવા મેળવવામાં શરળતા રહે તેમજ મુદ્દામાલ પાછો મેળવવામાં પણ સરળતા રહે. તેમજ જ્યારે વેપારી સાથે છેતરપીડી થાય તેઓ બારોબર સમાધાન કરવાનો પ્રયાસ ન કરે. સમય બગાડ્યા વગર પોલીસની પાસે આવો.
આ પણ વાંચો : Arvalli : બાંગ્લાદેશમાં ચાલી રહેલ હિંસા વચ્ચે બાયડથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો,મોબાઈલમાંથી મળ્યું ભારત વિરુદ્ધ લખાણ