Surat માં ટેક્સટેઈલ માર્કેટમાં આગ ઓલવાયા બાદ ફરી લાગી આગ, કરોડોનો માલને નુકશાન ગયું હોવાની આશંકા

December 10, 2025

Surat : ગુજરાતમાં અવાર નવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. અને ઘણીવાર આ જ આગમાં કેટલીયે જિંદગીઓ હોમાય જાય છે. આજે ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. સુરતના ટેક્સટેઈલ માર્કેટમાં આગ લાગી છે. આજે વહેલી સવારે લાગેલી આગ અંદાજે સવારે 7 વાગ્યા સુધીમાં કાબુમાં આવી ગઈ હતી. આ આગ પર કાબુ મેળવ્યા બાદ ફરી આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લિફ્ટમાં આગ લાગ્યા બાદ આગ છેક સાતમાં માળ સુધી ફેલાઈ હતી. જે બાદ 11 વાગ્યા આસપાસ કૂલિંગની કામગીરી દરમિયાન જ અન્ય 2 દુકાનોમાં આગ લાગી હતી. જે કામગીરી દરમિયાન બે ફાયર જવાનોને ગૂંગળામણ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ આગના કારણે વેપારીઓને કરોડોનું નુકશાન ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને સાતમા માળ સુધી વાયરીંગના કારણે આગ ઉપર સુધી ફેલાઈ છે. વાયરિંગના કારણે દુકાનો સુધી આગ પહોંચી છે. ફાયર વિભાગ દ્વારા પહેલા પાવર કટ કરવામાં આવ્યો હતો. બિલ્ડીંગની અંદર જે દુકાનો આવેલી છે તેમાં માળીયાનો ભાગ બનાવવામાં આવેલો છે અને ત્યાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો સંગ્રહ કરવામાં આવેલો હોય છે. જે કાપડ આગની ચપેટમાં આવતા તેના પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. સિન્થેટિક કાપડ હોવાથી તેનો ધુમાડો પણ ઝેરી હોય ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને ફાયર ફાઈટિંગ કરવાની ફરજ પડી રહી છે. અને આગના લીધે બે ફાયર જવાનો સહીત એક માર્શલ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોKheda : ગુજરાતમાં મળી આવતા દારૂ વચ્ચે દારૂબંધીનું ઉત્તમ ઉદાહરણ, ખેડાની ફતેપુરા ગ્રામ પંચાયતમાં ઐતિહાસિક ઠરાવ પસાર

Read More

Trending Video