Surat: ગુજરાતમાં ડાંગરનો સૌથી સારો પાક દ.ગુજરાતમાં (South Gujarat) થાય છે.ત્યારે આવનાર દિવસોમાં રાજ્ય સરકાર (government) ખેડૂતો પોતાની કુલ જમીનના 50 ટકામાં જ ડાંગરનું વાવેતર કરી શકે તેની તૈયારી કરી રહી છે. આ અંગે વન પર્યાવરણ રાજ્યમંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે (Mukesh Patel) નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યુ છે કે, 1 કિલો ડાંગર પાછળ 4 હજાર લીટર પાણી વપરાય છે.સારું છે કે, વરસાદ સારો થઇ રહ્યો છે. આપણા માટે દરેક દિવસ સરખો નથી રહેવાનો.ત્યારે આવનાર સમયમાં ખેડૂત પોતાની જમીનમાં 50 ટકા જ ડાંગર પાક લઈ શકે તેવો પરિપત્ર જાહેર કરશું. સરકાર દ્વારા પાણી બચાવવા આ પ્રકારનો પરિપત્ર જાહેર કરી શકે છે.મંત્રી મુકેશ પટેલના આ નિવેદનને પગલે ખેડૂતોમાં નારાજગીની સાથે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતો 50 ટકા જમીનમાં જ વાવેતર કરી શકશે : મંત્રી મુકેશ પટેલ
મુકેશ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોના પ્રમુખો,મંડળીના પ્રમુખો, મુખ્યમંત્રી પાણી પુરવઠા ના અધિકારીઓ સાથે એક બેઠક કરવાના છે. અને જે ખેડૂતો પાસે જમીન છે તેમાં 50% ઉપર જ ડાંગરની ખેતી કરી શકે એ પ્રકારનો પરિપત્ર કરવાના છે.
ઉનાળું ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તે માટે લેવાશે નિર્ણય
કહેવામાં આવી રહ્યું છે કે, ઉનાળા દરમિયાન પાણીની ખૂબ જ અછત રહેતી હોય છે પાણીનો મહત્તમ ઉપયોગ ઓછો થાય અને ઉનાળું ડાંગરનો પાક ખેડૂતો ઓછો લે તેના માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સરકાર આવનાર દિવસોમાં ડાંગરના પાક ઉપર નિયંત્રણ કરવાનું વિચારી રહે છે.
મંત્રી મુકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં રોષ !
બીજી તરફ મંત્રી મુકેશ પટેલના નિવેદનથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પાણીની અછત રહેતી નથી. ઉકાઈ ડેમની અંદર પણ પાણી લગભગ પૂરતા પ્રમાણમાં રહે છે.તેમજ હાલ દક્ષિણ ગુજરાતમાં પાણીનો કોઈ પ્રશ્ન ન હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે.આ સાથે ખેડૂતો એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે, દક્ષિણ ગુજરાતના ઝીંગા તળાવમાં મીઠું પાણી મોટા પ્રમાણમાં ચોરી થાય છે તેને સરકાર અટકાવી શકતી નથી.ઘણી જમીનો ઉપર ઇન્ડસ્ટ્રી ઊભી થઈ ગઈ છે.NA થયેલી જમીનનું પ્રમાણ પહેલાં કરતાં વધી રહ્યું છે. એ પાણીનો વપરાશ પણ ઓછો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોને વધુમાં વધુ સારી રીતે પાણીની સુવિધા આપવાને બદલે જે પાક લેવામાં આવી રહ્યો છે તેના ઉપર અવરોધ લાવવા માટેનો પ્રયાસ કરી રહી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અને સરકાર ખેડૂતોને પાણી આપવામાં કેમ અલગ પ્રકારનું વલણ રાખે છે તેવા સવાલ કરી રહ્યા છે .
આ પણ વાંચો : ઉચ્ચ અધિકારીઓ મંત્રીઓ-સાંસદો અને ધારાસભ્યોને ગાંઠતા નથી, વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ