Surat Diamon Market : સુરત હીરાઉદ્યોગમાં ભારે મંદીનો માર, રત્નકલાકારો હીરા ઘસવાનું છોડી અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર

September 3, 2024

Surat Diamon Market : સુરતનો હીરા ઉદ્યોગ (Surat Diamond Sector) જે દેશ વિદેશમાં જાણીતો છે. પરંતુ જયારે હીરા ઉદ્યોગમાં મંદી આવે ત્યારે અનેક રત્નકલાકારો બેકાર બનતા હોય છે. હીરા ઉદ્યોગમાં મંદીને કારણે રત્ન કલાકારોની હાલત દિવસેને દિવસે કફોડી બનતી જઈ રહી છે. કેટલાક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે, તો કેટલાક રત્ન કલાકારોના પગારમાં કાપ થયો છે. કેટલીક જગ્યાએ વેકેશન આપી દેવામાં આવતા રત્નકલાકારોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે હવે અનેક રત્નકલાકરોએ હીરા ઉદ્યોગ છોડી અલગ અલગ નાના વેપાર ચાલુ કર્યા છે.

હીરા ઉદ્યોગમાં જયારે જયારે મંદી આવે છે ત્યારે અનેક રત્નકલાકારો બેકાર બનતા હોય છે. ઘણા લોકોને પગારમાં કપાત આવે છે. તો ઘણા બધાને વેકેશન આપી દેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં અત્યાર સુધી કેટલાય રત્ન કલાકારોના આત્મહત્યાની ઘટનાઓ સામે આવી છે. એવામાં મુશ્કેલીઓ સામે લડનારા આ રત્નકલાકાર પ્રેરણા રૂપ સાબિત થયા છે. જેમણે તકલીફોથી ભાગવાની જગ્યાએ તેની સામે લડવાનો વિકલ્પ પસંદ કરી પોતાનો નાનો એવો વ્યવસાય શરૂ કર્યો છે. તેમના નવા સંઘર્ષમાં તેમના પરિવાર પણ ખભેથી ખભો મિલાવીને તેમની સાથે ઉભા છે.

રત્નકલાકારો બીજા વ્યવસાય તરફ વળ્યાં

દિપક કુમાર જે છેલ્લા 22 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ જ્યારે હીરા બજારમાં મંદી આવે ત્યારે મુશ્કેલી સર્જાય અઠવાડિયામાં તર દિવસ રજા આવે અને જે કામ કરીએ એમાં પણ પૂરું કામ ના થાય જેના કારણે તેમને રત્નકલાકાર તરીકે કામ કરવાનું બંધ કર્યું અને તેમને પોતાનું કામ ચાલુ કર્યું જેમાં તેમને ધુધરા વહેંચવાનું ચાલુ કર્યું છે.. હાલમાં તેમને મુશ્કેલી પડે છે પરંતુ ધીમે ધીમે સેટ થાય તેવી આશા પણ રાખી રહ્યા છે.

પ્રકાશ જોશી જે રત્નકલાકાર હતા. જે 2018 સુધી હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ મંદીના કારણે તેમને પરિવાર ચાલવામાં અનેક મુશ્કેલી પડતી હતી. ત્યારે આખરે તેમને આ હીરા ઘસવાનું કામ છોડી પોતાની નાનકડો વેપાર ચાલુ કર્યો જેમાં મોબાઈલ ચાર્જે, હેડફોન વહેંચવાનું ચાલુ કર્યું છે. પ્રકાશ ભાઈનું કહેવું છે કે અમે હિંમત નથી હાર્યા પોતાનું વેપાર ચાલુ કર્યો છે અને અમારું ઘર ચલાવીએ છીએ.

રાહુલ સિરોયા જે વર્ષો સુધી હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ તેમનો દીકરો બીમાર હોવાના કારણે તેમને હીરા ઘસવાનું કામ છોડી દીધું છે. રાહુલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ હીરામાં મંદી આવતા 40,000 પગારદારથી તેઓ સીધા 15000 પગાર પર પહોંચી ગયા હતા. આ પરિસ્થિતિમાં પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું હોય તેમણે પોતાની પત્ની સાથે ફાસ્ટ ફૂડનું ચાલુ કર્યું છે.

આ તો માત્ર ત્રણ જ ઉદાહરણ છે. પરંતુ આવા તો ઘણા રત્નકલાકારો છે જેમણે સુરત હીરા ઉદ્યોગમાં મંદી આવતા બીજા વ્યવસાય તરફ વળ્યાં છે. એટલું જ નહિ હવે તો ડાયમંડ માર્કેટ માટે જે બનાવવામાં આવી તે ડાયમંડ બુર્શમાંથી પણ ઓફિસ ખાલી કરવા લાગ્યા છે. ત્યારે હવે આ સેક્ટરમાં વધારે મંદી આવશે તો આ હજારો રત્નકલાકરો શું કરશે ?

આ પણ વાંચોChaitar Vasava : ભરૂચમાં વાલિયા ગામની મુલાકાતે પહોંચ્યા ચૈતર વસાવા, બનતી દરેક મદદ કરવા અમે તૈયાર

Read More

Trending Video