Surat Case : સુરતના માંગરોળ દુષ્કર્મ કેસના ત્રીજા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, એક આરોપીનું ગઈકાલે થયું મોત

October 11, 2024

Surat Case : ગુજરાતના સુરત જિલ્લામાં કથિત રીતે એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવા બદલ ધરપકડ કરાયેલા બે આરોપીમાંથી એકનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આજે આ જ કેસના ત્રીજા મોસ્ટ વોન્ટેડ આરોપીને પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ત્રીજા આરોપી રાજુને જિલ્લા LCB ટીમને મળેલી બાતમીના આધારે અમદાવાદ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ટ્રેનમાં બેસી રાજસ્થાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જિલ્લા પોલીસની ટીમ આરોપીનો કબજો લઈ સુરત રવાના થઈ છે. ત્યારે આ કેસના બે આરોપીઓમાંથી એક આરોપીનું પોલીસ કસ્ટડી દરમિયાન શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ શિવશંકર ચૌરસિયા નામના આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. શિવશંકર ચૌરસિયા (45) અને મુન્ના પાસવાન (40)ની બુધવારે સગીર સાથે સામૂહિક દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

માંગરોળ દુષ્કર્મના ત્રીજા આરોપીની ધરપકડ

માંગરોળ દુષ્કર્મ કેસનો વોન્ડેટ આરોપી રામસજીવન ઉર્ફે રાજુ રામસબત વિશ્વકર્મા મુંબઈ-અજમેર ટ્રેનમાં રાજસ્થાન જતો હોવાની માહિતી મળતા આ માહિતી રેલવે LCBને કરતા રેલવે LCB પીઆઈ હાર્દિક શ્રીમાળી અને તેમની ટીમે અમદાવાદ સાબરમતી સ્ટેશન ખાતેથી ટ્રેનમાંથી ઝડપી લીધો છે અને આરોપીને સુરત ખાતે લાવવાની તજવીજ ચાલુ છે.

17 વર્ષની છોકરી પર સામૂહિક દુષ્કર્મનો આરોપ

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, ‘મને જાણ કરવામાં આવી હતી કે ચૌરસિયાએ બપોરે 2 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. તેને કામરેજ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ ચૌરસિયાને નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, પાસવાન, ચૌરસિયા અને અન્ય એક આરોપીએ મંગળવારની રાત્રે માંગરોળ તાલુકામાં 17 વર્ષની એક છોકરી પર સામૂહિક દુષ્કર્મ કર્યો હતો.

આરોપીઓ વિરૂદ્ધ પહેલાથી જ ઘણા કેસ

માહિતી મળ્યા પછી, પોલીસે ગેંગરેપ અને અન્ય આરોપો પર BNS અને POCSO એક્ટ હેઠળ કેસ નોંધ્યો. પોલીસે જણાવ્યું કે પાસવાન અને ચૌરસિયાને બુધવારે સાંજે નજીકના વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા અને બંનેને કસ્ટડીમાં લેતી વખતે પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને સામે અંકલેશ્વર, કડોદરા, અમીરગઢ અને કર્ઝન જેવા વિસ્તારોમાં અનેક ગુના નોંધાયેલા છે. ચોરસિયા સામે અંકલેશ્વરમાં 2017માં હત્યાનો અને 2023માં કર્ઝનમાં ચોરીનો કેસ નોંધાયો હતો. આ વર્ષે તેની સામે બનાસકાંઠાના અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચોUttar Pradesh : અખિલેશ યાદવના ઘરની બહાર બેરિકેડિંગ અને RPF પોલીસ તૈનાત, SP ચીફ હાર પહેરાવવા પર અડગ, શિવપાલ સરકાર પર નારાજ

Read More

Trending Video