Surat Case : ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાત પોલીસ કે કાયદો જાણે મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજા નોરતે વડોદરામાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી હતી. અને ગઈકાલે રાત્રે સુરતના માંગરોળમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. જેને લઈને પોલીસ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ મામલે સુરત જિલ્લા પોલીસ વડાએ તપાસને લઇ માહિતી આપી હતી.
શું છે સમગ્ર મામલો ?
સુરત જિલ્લાના મોટા બોરસરા ગામે નજીક સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્ર સાથે પેટ્રોલ પુરાવા જઇ રહી હતી. જે દરમિયાન તેઓ એક જગ્યાએ ઉભા રહ્યા હતા. આ દરમિયાન ત્યાં ત્રણ જેટલા શખ્સો પહોંચ્યા હતા. અને તેમણે આ અવાવરું જગ્યા પર આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાના મિત્રને માર માર્યો હતો અને જે બાદ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું ?
સુરતના માંગરોળમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. સુરત પોલીસે આ ઘટના વિષે માહિતી મળતા ત્વરિત તપાસ હાથ ધરી હતી. આ મામલે જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે એ કહ્યું હતું કે આ મામલે અમને જાણ થતા તરત જ અમે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે માંગરોળના મોટા બોરસરા – નરોલી જવાનાં માર્ગ પર સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. પોલીસે ત્રણ પૈકી બે શકમંદને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી. હાલ પોલીસે દુષકર્મ અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી દુષ્કર્મ કર્યા બાદ સગીરા અને યુવકનો મોબાઈલ આરોપી લઇ જતા લૂંટનો ગુનો નોંધ્યો છે. પોલીસે તાબડતોડ એક્શનમાં આવી બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે. ફરાર થઇ ગયેલ એક વ્યક્તિને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીને કડક સજા થાય એ દિશામાં પોલીસ કામે લાગી છે.
કઈ કલમ હેઠળ નોંધાયો ગુનો ?
કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા BNSની સેક્શન 70(2), 115(2), સેક્શન 54, સેક્શન 309(4) જેમાં લૂંટનો પણ સમાવેશ થાય છે કારણે કે પીડિતા તેમજ તેના મિત્રના મોબાઈલ ફોન પણ આ 3 નરાધમો લઈ ગયા છે. 352, 351(3) આ તમામ કલમો BNSની તથા પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કોણ કોણ જોડાયું છે આ તપાસમાં ?
કોસંબા પોલીસ ઈન્સપેક્ટર આ કેસમાં ઈન્વેસ્ટીગેશન ઓફિસર છે, તેમજ અલગ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં Dy.SP આર.આર. સરવૈયા, કામરેજ ડિવીઝનના LCB PI, SOG PI, પેરોલ PI, AHTU PIની એક ટીમની રચના કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ સઘન તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Ganesh Gondal ને કઈ શરતોને આધીન મળ્યા જામીન, જો શરત ભંગ કરશે તો ફરી જવું પડશે જેલમાં