Surat: ગુજરાતમાં (Gujarat) ઘણા સમયથી કોઈ ને કોઈ કાંડમાં ભાજપના (BJP) નેતાઓના નામ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર જુગાર રમતા પકડાયા હોય , કે દારૂ વેચનાર બુટલેગર સાથે સંબંધ હોય કે કોઈ ભ્રષ્ટાચારમાં (Corruption) ભાજપના નેતાઓના નામ સામે આવતા હોય છે.ત્યારે આજે સુરતથી એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં એક મહિલા BJP કોર્પોરેટરની હાજરીમાં તેમના સાથીદાર પર બે કરોડના હપ્તાની માંગણી કરી હોય તેવું કહી રહી છે.ત્યારે વાયરલ વીડિયો અંગે BJP કોર્પોરેટરે ખુલાસો કરયો છે જેમાં તેમણે આ મહિલાના તમામ આરોપોને ફગાવ્યા હતા અને તેને પાયાવિહોણા ગણાવ્યા હતા.
BJP કોર્પોરેટરની મહિલા બુટલેગર સાથે માથાકુટ
પ્રાપ્ત વિગતો મુજબ ભાજપના કોર્પોરેટર શરદ પાટીલ વિવાદમાં આવ્યા છે. જેમાં પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરની હાજરીમાં હપ્તાની માંગણીની બબાલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં BJP કોપોરેટર શરદ પાટીલની હાજરીમાં પીળા ટી શર્ટમાં વ્યક્તિ પર મહિલા આરોપ લગાવી રહી છે કે,આ માણસ બે કરોડનો હપ્તો માગે છે આ સાથે વીડિયોમાં મહિલામાં અપશબ્દો બોલે છે તેમજ મહિલા બૂમો પાડતી પાડતી પીળા ટી શર્ટવાળા વ્યક્તિને તમાચો મારી દે છે. આ વાયરલ વીડિયો પાંડેસરા સ્થિત હીરાનગર વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. જાણકારી મુજબ પીળી ટી શર્ટમાં દેખાતા ઈસમનું નામ ભૂષણ પાટીલ છે.
વાયરલ વીડિયોમાં મહિલા શું કહી રહી છે?
સુરતના પાંડેસરા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરનો વીડિયો વાયરલ થયો છે. જેમાં વોર્ડ નં. 28ના ભાજપના કોપોરેટર શરદ પાટીલ જોવા મળી રહ્યા છે.જેમાં શરદ પાટીલ સાથે રહેલા તેમના સાથીદાર ભૂષણ પાટીલ પર મહિલાએ 2 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો.
કોપોરેટર શરદ પાટીલે પોતાના પર લાગેલા આરોપો પર શું કહ્યું?
શરદ પાટીલે પોતાનો બચાવ કરતા કહ્યું કે, હીરાનગર સોસાયટીમાં રોડનું કામ મંજૂર થતાં પોતાના મિત્ર સાથે કામ કેટલું થયું તે જોવા ગયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ બુટલેગરના દબાણ અંગે રજૂઆત કરી હતી.જે બાદ મે મહિલા બુટલેગરને દબાણ દૂર કરવા કહ્યું હતું. જેને લઈને મહિલા બુટલેગરએ અમારી સાથે માથાકૂટ કરી હતી.અને મારી સાથે ઝઘડો કરી વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. સાથેજ 2 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો. અને વધુમાં કહ્યું કે મહિલાએ પોતાના પર લગાવેલા બધા આક્ષેપો પાયાવિહોણા છે.