Surat BJP : ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે એક લોકસભા બેઠક એવી હતી જેમાં ઉમેદવારનું નસીબ જોર કરી ગયું અને લડ્યા વગર જ સાંસદ બની ગયા. સુરતમાં લોકસભા ચૂંટણી (Loksabha Election)માં મુકેશ દલાલ આમ તો લડ્યા જ નહિ ને જીતી ગયા. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ નામ પાછા ખેંચી લીધા હતા. જેના કારણે સુરત (Surat BJP)ના હાલના સાંસદ મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા હતા. અને વગર લડાઈએ સાંસદ પદ મેળવ્યું હતું. હવે આ સાંસદ મુકેશ દલાલ (Mukesh Dalal)ની મુશ્કેલીઓ તો ખતમ થવાનું નામ જ નથી લઇ રહી. પહેલા કોર્ટમાં પિટિશન ફાઈલ કરવામાં આવી અને હવે પૂર્વ સંસદ ખુરશી છોડવા તૈયાર નથી.
સુરતના હાલના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે. જેને કારણે કલેક્ટરની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા મળતી હોય છે. પરંતુ હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશ (Darshana Jardosh)નો કબજો છે. સરકારી ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત કરી માગણી કરી છે. જે બાદ કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખવામાં આવ્યા છતાં કોઈ જ જવાબ આપવામાં આવતો નથી. અને સાથે જ તેઓ ઓફીસ ખાલી ન કરતા હોવાથી વિવાદ વકર્યો છે. બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની સૂડી વચ્ચે સોપારી થઈ હોવાનો ઘાટ સર્જાયો છે.
ક્યાંક આ ખુરશીની ખેંચ તાણમાં એવું લાગે છે કે પૂર્વ સાંસદ હજુ પણ પોતાને સાંસદ માને છે. કા તો પોતાને ખુરશીનો મોહ નથી છુટતો. અને કાં તો પછી એવું પણ બને કે સાંસદ તરીકે પોતાનું પતુ કપાતા તે ભાજપ અને હાલના સાંસદને ટિકિટ મળતા નારાજ છે. સાંસદ મુકેશ દલાદનું હાલ એવું છે કે કંઈ મંત્રી પદ પણ ન મળ્યું. ન તો પૂર્વ સાંસદ તેને ગણકારે છે. ન તો સુરતની જનતા. હવે આ સાહેબ પાસે એક જ રસ્તો છે તે કંઈક સુરત જિલ્લા માટે એવું કામ કરે કે ભાજપ પણ તેની વાહ વાહી કરે અને સુરતની જનતા પણ…
આ પણ વાંચો : Jasdan Case : જસદણ કેસમાં આરોપી મધુ ટાઢાણીને મેડિકલ તપાસ માટે લઇ જવાયો, આજે કોર્ટમાં રિમાન્ડ માટે અરજી કરાશે