Surat Amit Rajput : સુરતના ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનો આપઘાતનો પ્રયાસ, સંગીત પાટીલ સહિતના ભાજપ આગેવાનો પહોંચ્યા હોસ્પિટલ

October 19, 2024

Surat Amit Rajput : સુરતમાં ભાજપના કોર્પોરેટરને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના કોર્પોરેટર અને પૂર્વ સત્તાપક્ષના નેતા અમિત રાજપૂતે આપઘાતનો પ્રયત્ન કાર્યની ચર્ચાએ ચકચાર મચાવ્યો છે. હાલ અમિત રાજપૂતને યુનિક કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ, ફૂડ પોઇઝનિંગ થવાને કારણે તેમણે દવા પણ લીધી હતી. અને દવા લીધા બાદ તેમને ફરી દુખાવો ઉપાડતા ત્યાંથી જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળવા માટે અત્યારે ધારાસભ્ય સંગીતા પાટીલ, ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ, સુરત શહેર પ્રમુખ સહિત અન્ય કોર્પોરેટરો તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત રાજપૂતનો આપઘાતનો પ્રયાસ છે કે ફૂડ પોઇઝનિંગની અસર તે તો તપાસ બાદ જ સામે આવશે.

Read More

Trending Video