Surat : ગુજરાતમાં અત્યારે ગુંડાઓ, લુખ્ખાઓ, અસામાજિક તત્વો, બુટલેગરો જેવા તત્વો બેફામ બન્યા છે. સામાન્ય જનતાનો વિશ્વાસ કાયદો અને વ્યવસ્થા પરથી ઉઠી રહ્યો છે. અને છેલ્લે વસ્ત્રાલમાં અસામાજિક તત્વો અને લુખ્ખાઓની દાદાગીરીના કારણે અંતે પોલીસ વિભાગને પણ આ સમગ્ર મામલે એક્શન લેવા મજબુર બન્યું. અને DGPએ દરેક જિલ્લાના પોલીસ વડાને 100 કલાકનું અલ્ટીમેટમ આપી દીધું. હવે આ જ કારણે ક્યાંક ગુજરાત પોલીસની ઊંઘ ઉડી ગઈ છે. અને અસામાજિક તત્વો અને લુખ્ખાઓ પર તવાઈ બોલાવી છે. સુરતમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સુરતના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીના ઘર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતના નાનપુરા વિસ્તારના કુખ્યાત સજ્જુ કોઠારીની મિલકત પર તવાઈ બોલાવી છે. સજ્જુ કોઠારીના ઘર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૂરતના અઠવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી દરમિયાન DCP ઝોન 4 વિજયસિંહ ગુર્જર પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. સાથે જ ગેરકાયદેસર વીજ કનેકશન દૂર કરવામાં આવ્યા છે. ફૂલવાડી વિસ્તારમાં મનપા અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમીર ખાન માંડવાના ગેરકાયદેસર પતરાની ઝુંપડી દૂર કરાઈ. આરોપી વિરૂદ્ધ ખૂન અને ખૂનની કોશિશના ગુના દાખલ થયેલા છે. પાર્કિંગ શેડ પણ દૂર કરવામાં આવ્યું.
DGPના આદેશ બાદ સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારીના ઘર જમીનદોસ્ત#GujaratDGP #Surat #Nirbhaynews #Gujarat #Demolition #SuratPolice pic.twitter.com/99a4Z0tz31
— Nirbhaynews (@nirbhaynews1) March 19, 2025
આ પણ વાંચો : Kumar Kanani : સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બૉમ્બ, પોલીસ પર 8 લાખની તોડના આરોપ, સરઘસ કાઢવાની કરી માંગ