Surat AAP : દર વર્ષે ચોમાસા પહેલા કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્શુન પ્લાન બનાવવામાં છે. કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તા બનાવતા હોય છે. પરંતુ આ કરોડો રૂપિયા વરસાદી પાણીમાં કાયમ ધોવાય જાય છે. ત્યારે સુરતમાં વરસાદ વરસ્યો હતો. તેમાં સરકારના વિકાસને લઈને અનોખી રીતે ઉજવણી કરી વિરોધ કરવામાં આવ્યો છે.
સુરતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા આઅનોખી રીતે વિરોધ કરી ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં વરસાદમાં પડેલા ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકો ઉજવણી કરી રહ્યા હતા. સુરતમાં વરસાદમાં ખાડા પડયા તેમાં ભાજપનો વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી છે. કેક કાપી ને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા રસ્તે આવતા જતા વાહન ચાલકોને રોકી તેમને કેક પણ ખવડાવામાં આવી હતી. સરકાર સુરતમાં કેવો વિકાસ કર્યો છે તે બાબતે વાત પણ કરવામાં આવી રહી છે. સુરતમાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા છે.
ત્યારે વિરોધ કરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી. ત્યારે આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓનું કહેવું છે કે ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.