સુરતની સ્મીમેર હોસ્પિટલના કોન્ટ્રેક્ટ બેઝના કર્મચારીને લાફો માર્યાના કેસમાં આપના કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવતા AAP કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનને ઘેરાવ કરીને રામધૂન બોલાવી હતી. વરાછા પોલીસ દ્વારા AAP નગરસેવકની ધરપકડ કરવામાં આવતા ભારે હોબાળો થયો હતો.
શું છે મામલો?
સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા રાહુલ ચેતનભાઈ પટેલ ફરજમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ત્યાં પહોચ્યા હતા. મારો માણસ કેટલા સમયથી લાઈનમાં ઉભો છે તેનું કામ કેમ કરી આપતો નથી તેમ કહીને લાફો મારી દીધો હતો. આ અંગે તેણે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ધરપકડ
ફરિયાદના આધારે વરાછા પોલીસે AAP ના નેતાની ધરપકડ કરતા AAP ના કાર્યકર્તાઓએ ગત રાત્રીના જ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામધૂન બોલાવી હતી. રાતે હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસે તેમને ડિટેઈન કર્યાં હતા.
આમ આદમી પાર્ટીના નગરસેવક ભાઈ વિપુલભાઈ સુહાગિયાને ભાજપના ઈશારે જેલ માં ધકેલવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી જેલના ડરથી જુકી જાય તેમ નથી લોકો માટે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફૂલ જોર શોર થી આમ આદમી પાર્ટીના એક એક સૈનિક લડત રહેશે.(2-2) pic.twitter.com/W1rthTXMqp
— Payal Sakariya (@Payalpatelaap) October 5, 2023
મનપાના વિપક્ષનેતાનું ટ્વીટ
સુરત મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા પાયલ સાકરિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, સુરતમાં સ્મિમેર હોસ્પીટલમાં લાલીયાવાડી સામે આમ આદમી પાર્ટી લડી રહી છે. લાંબી લાઇનો,ગંદકી,સુવિધાનો અભાવ,અસામાજિક પ્રવુતિ,જુના ખખડધજ મશીનરી જેવા અનેક સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટીના નગરસેવકો લડી રહ્યા છે ત્યારે આ રીતે લોકોને પડતી હાલાકી દૂર કરવા પ્રયત્ન કરી રહેલા આમ આદમી પાર્ટીના નગરસેવક ભાઈ વિપુલભાઈ સુહાગિયાને ભાજપના ઈશારે જેલ માં ધકેલવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી જેલના ડરથી જુકી જાય તેમ નથી લોકો માટે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફૂલ જોર શોર થી આમ આદમી પાર્ટીના એક એક સૈનિક લડત રહેશે.
જેલના ડરથી ઝુકીશું નહી
તેમજ અન્ય એક ટ્વીટમાં તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ભ્રષ્ટ શાસનમાં ભ્રષ્ટાચારીઓ જે જનતાના પૈસા લૂંટે જનતાને હેરાન કરે એવા ને જલસા છે પણ જો જનતા ને પડતી મુશ્કેલી સામે ભ્રષ્ટાચારીઓ સામે વિપક્ષ ના કોર્પોરેટર લડે તો એને જેલમાં પુરી દેવામાં આવે છે.
ભ્રષ્ટ શાસનમાં ભ્રષ્ટાચારીઓ જે જનતાના પૈસા લૂંટે જનતાને હેરાન કરે એવા ને જલસા છે પણ જો જનતા ને પડતી મુશ્કેલી સામે ભ્રષ્ટાચારીઓ સામે વિપક્ષ ના કોર્પોરેટર લડે તો એને જેલમાં પુરી દેવામાં આવે છે. pic.twitter.com/iGzmd1Qyqe
— Payal Sakariya (@Payalpatelaap) October 6, 2023