Surat : રાજ્યમા ચોમાસાની (monsoon) સિઝનમાં અનેક જગ્યાએ ઈમારતો ધરાશાયી (Building Collapsed) થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના સુરતમાંથી (Surat) સામે આવી છે. જેમાં સચિન GIDC વિસ્તારમાં આવેલી 5 માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે.
સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી
પ્રાપ્ત જાણકારી મુજબ સુરતમાં સચિન GIDC વિસ્તારમાં આવેલી એક જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ છે. આ ઘટનામાં 15 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જ્યારે 6 જેટલા લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરનો કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને રેસક્યુંની કામગીરી હાથ ધરી છે.
આ પણ વાંચો : Banaskantha : અમિત શાહે બનાસડેરીના ડિરેકટર મંડળ સહીત આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી, આગામી ચૂંટણીની રણનીતિ અંગે થઈ ચર્ચા