Surat: સુરતમાં (Surat) દુષ્કર્મનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં ક્રાઈમ સિરયલો (Crime serial) જોઈએ 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેન પર અનેકવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે માતાને જાણ થતા માતાએ સગીર પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ક્રાઈમ સિરિયલો જોઈ 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેન પર આચર્યું દુષ્કર્મ
મળતી માહિતી મુજબ મૂળ વલસાડના વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતા શ્રમજીવી દંપતીનો 16 વર્ષીય પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. જે પૈકી પુત્ર નાસ્તાની લારી ઉપર મજૂરીકામ કરે છે જ્યારે પુત્રી ધો.8 માં અભ્યાસ કરે છે. 30 સપ્ટેમ્બરે સવારે પુત્રીને પેટમાં દુખાવો થતા દંપતી તેને ઊનાપાણી રોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં તેની તપાસ કરતા બાળકીનેચારથી પાંચ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડોક્ટરે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. જો કે, દંપતીએ તે ગર્ભવતી કેવી રીતે બની તે અંગે પૂછતાં પુત્રીએ જે જવાબ આપ્યો તે સાંભળી દંપતી ચોંકયુ હતું. કારણ કે, સગા ભાઈ દ્વારા જ આ કૃત્ય કર્યું હોવાનું સગીરાએ જણાવ્યું હતું.સગીરાએ માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં સગીર ભાઈએ ઘરમાં બહેનની એકલતાનો લાભ પ્રથમ તો તેની સાથે અડપલા શરૂ કર્યા હતા. જે બાદ તેની પર ત્રણ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ સગીર યુવક દ્વારા આ બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યારે આ જાણ્યા બાદ માતાએ પુત્ર વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સગીર આરોપીની કરી અટકાયત
માતાની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે 16 વર્ષીય કિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે માતાપિતા કામ ઉપર જતા હતા અને ઘરમાં ભાઈ-બહેન એકલા હોય ત્યારે તેઓ ટીવી ઉપર સાવધાન ઈન્ડિયા અને ક્રાઈમ પેટ્રોલ જોતા હતા.તેના કેટલાક એપિસોડમાં આવેલા આવા બનાવને લીધે તેણે સગી બહેન પાસે સેક્સની માંગણી કરી દુષ્કર્મ કર્યું હતું.
ટેક્નોલોજીનો યુગ આપણા સમાજને ક્યાં લઈને જઈ રહ્યો છે?
આ મામલો સામે આવતા ભારે ચરચાર મચી જવા પામી છે. આ ઘટના સામે આવતા સવાલ થઈ રહ્યો છે કે,ટેક્નોલોજીનો આ યુગ આપણા સમાજને ક્યાં લઈને જઈ રહ્યો છે? ટેકનોલોજીના યુગમાં બાળકો આવું શીખી રહ્યા છે ?એકતરફ બહેનો ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધી તે ભાઈ પોતાની રક્ષા કરશે તેવા દાખલા અને પરંપરા ધરાવતા આપણા સમાજમાંથી આવી ઘટના સામે આવે તે અત્યંત ચિંતાજનક બાબત છે. માતા પિતા માટે પણ આ ચેતવણીરુપ કિસ્સો છે જે પોતાના બાળકોને એકલા મુકીને જતા હોય છે.
આ પણ વાંચો : Jamnagar: ધગધગતા અંગારા પર ખુલ્લા પગે રાસ રમતા યુવકોને જોઈ લોકો થયા મંત્રમુગ્ધ, 72 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત