Surat: કટ્ટર ઈમાનદાર પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ 10 લાખની લાંચ ગુનો નોંધાયો, એકને ACB એ દબોચ્યો

September 3, 2024

Surat: ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આમ આદમી દ્વારા ભાજપ (BJP) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આપ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે.તેનો પુરવો આજે સુરતમાંથી મળી આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના (AAP) બે કોર્પોરેટર વિરૂધ્ધ 10 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. જેમાંથી એકની ધરપકડ કરવામા આવી છે.

શું હતી સમગ્ર ઘટના ?

મળતી માહિતી પ્રમાણે સુરતમાં ટ્રાફિકની સમસ્યાનેહળવી કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા મગોબ ગામની સીમમાં મલ્ટી લેવલપે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરવામા આવી છે. આ અંગે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ એસીબીના અરજદાર એટલે કે, કોન્ટ્રાક્ટને આપવામા આવ્યો છે. આ ‘પે એન્ડ પાર્ક’ની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્રારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી.ત્યારે સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નં.16અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઇ સુહાગીયાનાઓએ આ ‘પે એન્ડ પાર્ક’ ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમને કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી, તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી, આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી પણ આપી હતી. જે બાદ આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવ્યો હતો. અને ત્યારબાદ આ બંન્ને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવામાંથી બચવુ હોય તો રુ,.11લાખ આપવા પડશે તેવી માંગ કરી હતી.

આ અંગે બંન્ને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂમાં તથા મોબાઇલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણપૂર્વકની રકઝકને અંતે રૂ. 10 લાખ આપવાનું નક્કી થયું હતું. જો કે, આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટરે ઓડીયો રેકોડર્ડીંગ કરી લીધુ હતું.આ વાતચીતમાં આરોપીઓ દ્રારા નાણાં શબ્દને બદલે કોર્ડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ‘ડોક્યુમેન્ટ’ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા, જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્રારા કરવામાં આવી હતી.

ઈમાનદાર પાર્ટીમાં કેટલા ભ્રષ્ટાચારીઓ ?

ત્યારે આ અંગે ફરિયાદ નોંધાતા ACB એ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી લીધી હતી.જ્યારે જીતેન્દ્ર કાછડીયા હજુ પણ ફરાર છે ત્યારે પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતી પાર્ટીમાં પણ ભ્રષ્ટાચાર ઓછો નથી તેનો પુરાવો છે. માત્ર ભાજપ નહીં પરંતુ દરેક પાર્ટીમાં ભ્રષ્ટાચારીઓ ભરેલા પડ્યા છે. જો કોર્પોરેટર જ આટલી લાંચ લેતા હોય તો મોટા નેતાઓ કેટલી લેતા હશે ? ત્યારે સવાલ તે થાય છે કે, શું પોતાને ઈમાનદાર ગણાવતી પાર્ટી ખરેખર ઈમાનદાર છે ખરી ?

આ પણ વાંચો : Gujarat police : વાહ હર્ષ સંઘવી તમારા ગૃહ વિભાગને ગોપાલ ઇટાલીયાથી આટલો બધો પ્રેમ !ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસમાં મળ્યું પ્રમોશન

Read More

Trending Video