Surat: BJP MLA કુમાર કાનાણીએ આપ પાર્ટીને તોડ પાર્ટી ગણાવી,કર્યા આ ગંભીર આક્ષેપ

September 3, 2024

Surat: ગુજરાતમાં (Gujarat) ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ પહોંચ્યો છે રાજ્યમાં કોઈ પણ વિભાગ બાકાત નહીં હોય કે, જ્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય. આમ આદમી પાર્ટી (AAP)  દ્વારા ભાજપ (BJP) પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામા આવે છે તેમાં હકીકત પણ છે પરંતુ કહેવાતી ઈમાનદાર આપ પાર્ટીમાં પણ ભ્રષ્ટાચારીઓ ભરેલા છે.તેનો પુરવો આજે સુરતમાંથી મળી આવ્યો છે. સુરત આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ 10 લાખની લાંચ માંગવાનો ગુનો નોંધાયો છે. જેમાંથી એકની ધરપકડ કરવામા આવી છે.ત્યારે આ મામલો હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) પ્રતિક્રિયા આપી છે અને તેમને આ મામલે આપ પાર્ટીને બરાબરની આડેહાથ લીધી છે.

Surat: 10 lakh bribe case corporators of AAP party

AAP પાર્ટીના કોર્પોરેટરની ધરપકડ મામલે કુમાર કાનાણીએ કર્યા પ્રહાર

કુમાર કાનાણીએ જણાવ્યું કે, આપ પાર્ટી હવે તોડ પાર્ટી બની ચુકી છે. જેના આકા કેજરીવાલ જેલમાં ગયા છે તેના અનેક નેતાઓ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચુક્યા છે. આતો તેના કોર્પોરેટર છે આખી પાર્ટી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. દુખ તો તે વાતનું છે કે, વરાછાની જનતાએ તેમના પર ભરોસો મુકીને તેમને મત આપ્યા હતા અને ઈમારદાર પાર્ટી તરીકે તેને મત માંગ્યા હતા અને આજે ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે. જો આ પાર્કિંગની કામગીરીમાં 10 લાખના ભ્રષ્ટાચારની વાત આવી છે પરંતુ લોકોની અમારી પાસે ફરિયાદ આવે છે કે, આપના કોર્પોરેટર શાકભાજી ની લારીઓ પરથી 50 – 50 રૂપિયા તોડ કરે છે . જેના નેતા ભ્રષ્ટાચા હોય તેના કોર્પોરેટર તો ભ્રષ્ટાચારી હોય જ. તે લોકો પણ જાણે છે કે, હવે વર્ષમા કોર્પોરેટરની ચૂંટણી આવી રહી છે. અને તેઓ તેમા જીતવાના નથી. એટલા માટે બેફામ બનીને ડર વગર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

નેતાઓ પોતાની પાર્ટીના કાંડ સામે આવે ત્યારે કેમ ચૂપ થઈ જાય છે ?

ત્યારે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ આપ પાર્ટીમા ભ્રષ્ટાચારની ઘટના સામે આવી તો તરત બોલ્યા પરંતુ જ્યારે ભાજપમાં ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવે ત્યારે કેમ કંઈ બોલતા નથી તે પણ સવાલ થાય છે, માન્યું કે, સામાન્ય જનતાને પડતી મુશ્કેલીને લઈને લઈને તમે પત્ર લખીને તંત્રના કામ આંબળો છો પરંતુ ભાજપમાં ભ્રષ્ટાચારના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ ત્યારે કુમાર કાનણી કેમ કંઈ ન બોલ્યા કેમ કે તેઓ ભાજપના છે એટલે ? ત્યારે આ મામલે આપ પાર્ટીના નેતાઓ પણ ચૂપ છે જેઓ ભાજપમાં આવી ઘટના સામે આવતા તેમના પર પ્રહાર કરતા હોય છે. ત્યારે દરેક પક્ષમાં આવું જ ચાલતું હોય છે એક પાર્ટીનો કોઈ કાંડ સામે આવે એટલે બીજી પાર્ટીના નેતાઓ તેની સામે મેદાનમાં આવી જતા હોય છે. પરંતુ જ્યારે પોતાની પાર્ટીમાં જે ખોટુ થઈ રહ્યું છે તેની સામે બોલવાની કોઈ નેતાની હિંમત થતી નથી ત્યારે હવે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા શું પ્રતિક્રિયા આપવામા આવે છે તે પણ જોવું રહ્યું..

આ પણ વાંચો : Surat: કટ્ટર ઈમાનદાર પાર્ટીના બે કોર્પોરેટર વિરૂધ્ધ 10 લાખની લાંચ ગુનો નોંધાયો, એકને ACB એ દબોચ્યો

Read More

Trending Video