Supreme Court On Bulldozer Action: સુપ્રીમ કોર્ટે (Supreme Court) સમગ્ર દેશમાં બુલડોઝરની કાર્યવાહી (Bulldozer Action) પર પ્રતિબંધ મૂક્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી 1 ઓક્ટોબરે થશે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આગામી સુનાવણી સુધી અમારી પરવાનગી લીધા પછી જ કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર મૂક્યો પ્રતિબંધ
સુપ્રીમ કોર્ટની સૂચના અનુસાર હવે 1 ઓક્ટોબર સુધી બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સૂચના રસ્તાઓ, ફૂટપાથ અથવા રેલ્વે લાઇનને બ્લોક કરીને કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ પર લાગુ થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ તે બુલડોઝરની કાર્યવાહી અંગે દેશભરમાં લાગુ કરવા માટેની માર્ગદર્શિકા બનાવશે.
કોર્ટે આપ્યો નિર્દેશ
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે આરોપીઓની ઈમારતોને શિક્ષાત્મક પગલા તરીકે તોડી પાડવાની કાર્યવાહી વિરુદ્ધ અલગ-અલગ રાજ્ય સરકારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે 1 ઓક્ટોબર સુધી અમારી પરવાનગી વિના દેશમાં ક્યાંય પણ બુલડોઝરની કાર્યવાહી નહીં થાય.
કોર્ટમાં કોણે કરી છે અરજી ?
અરજીકર્તા જમિયત ઉલેમા-એ-હિંદ તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવીને બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ભાજપમાં ફરી ભડકો ! પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ PM Modi ને લખ્યો પત્ર, કહ્યું- પ્રજાની વચ્ચે ક્યાં મોઢે જવુ ?