સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન, 100 દિવસના જેલવાસ બાદ જામીન થયા મંજૂર

September 2, 2024

Swati Maliwal Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) પીએ બિભવ કુમારને (Vibhav Kumar) સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) મોટી રાહત મળી છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં સુપ્રીમ કોર્ટે બિભવ કુમારને જામીન આપી દીધા છે. બિભવ કુમાર લગભગ 100 દિવસ જેલમાં હતા. દિલ્હી પોલીસ વતી રાજુએ કહ્યું કે કોર્ટે ઘટના પર ધ્યાન આપવું જોઈએ. સીએમના આવાસ પર મહિલા સાંસદ પર આ રીતે મારપીટ કરવામાં આવી તે ગંભીર બાબત છે. જસ્ટિસ સૂર્યકાંતે દિલ્હી પોલીસને કહ્યું કે તમારા સાક્ષીઓ કદાચ તે જ જગ્યાએ છે જ્યાં આ ઘટના બની હતી. અમે તેની કાળજી લઈશું.

સ્વાતિ માલીવાલ કેસમાં વિભવ કુમારને સુપ્રિમ કોર્ટે આપ્યા જામીન

સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે, સીસીટીવી ફૂટેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે તમે હવે જામીનનો વિરોધ ન કરો. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસના વકીલ એએસજી રાજુને પૂછ્યું કે, આરોપી 100 દિવસથી જેલમાં છે, ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે અને પીડિતા પર ઈજા સામાન્ય હતી, તો પછી આ કેસમાં આરોપીને જામીનનો અધિકાર કેમ નથી?

આ શરતો પર જામીન થયા મંજૂર

બિભવને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો મૂકી છે, જેનું પાલન બિભવ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ કરવાનું રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બિભવ કુમાર સીએમ ઓફિસ અને તેમના નિવાસ સ્થાને નહીં જાય. તે આ કેસ પર ટિપ્પણી કરશે નહીં. બિભવને કોઈ સરકારી પદ આપવામાં આવશે નહીં. આમ આદમી પાર્ટી પણ આ કેસની યોગ્યતા પર ટિપ્પણી કરશે નહીં.

વિભવની ક્યારે થઈ હતી ધરપકડ ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી બિભવ કુમારની સ્વાતિ માલીવાલ સાથે સંકળાયેલા કથિત હુમલા કેસમાં 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, બિભવની જામીન અરજી નીચલી કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેંચે સુનાવણી બાદ બિભવને જામીન આપી દીધા છે.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે,  10 મેના રોજ સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા હતા. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ 13 મેના રોજ તેમને મળવા તેમના ઘરે પહોંચી હતી. જોકે, સ્વાતિ પાસે એપોઇન્ટમેન્ટ નહોતી. આવી સ્થિતિમાં, તેણીને ગેટ પર જ અટકાવવામાં આવી હતી, પરંતુ સ્વાતિએ સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલ કરી અને અંદર આવી ગઈ. જ્યારે તે અંદર પહોંચી ત્યારે તેને રાહ જોવાનું કહેવામાં આવ્યું. થોડીવાર રાહ જોયા બાદ તે કેજરીવાલના રૂમ તરફ જવા લાગી. આ દરમિયાન વિભવે તેને રોક્યો હતો. સ્વાતિનો આરોપ છે કે આ સમયગાળા દરમિયાન વિભવે તેની સાથે મારપીટ કરી અને ખરાબ વર્તન કર્યું.

આ પણ વાંચો :  Vaishno Devi Landslide:માતા વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર ભૂસ્ખલન, કાટમાળ નીચે દટાતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

Read More

Trending Video