સુપ્રીમ કોર્ટે Arvind Kejriwal ને આપ્યા વચગાળાના જામીન, છતા પણ અત્યારે કેજરીવાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં

July 12, 2024

Arvind Kejriwal news:દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં(Delhi liquor scam case) અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal ) મોટી રાહત મળી છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલો 3 જજોની બેંચને મોકલી આપ્યો છે.

Arvind Kejriwal ને મળી મોટી રાહત

અરવિંદ કેજરીવાલે EDની ધરપકડને પડકારી હતી. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. જો કે, કેજરીવાલ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કારણ કે તેઓ હજુ પણ સીબીઆઈ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાંથી બહાર આવવા માટે તેમને તેમાં પણ જામીન લેવા પડશે.

કેજરીવાલે EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી

અરવિંદ કેજરીવાલે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં EDની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. આ અંગે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો હતો. અરવિંદ કેજરીવાલની અરજી પર નિર્ણય સમયે જરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને EDના વકીલ એસજી તુષાર મહેતા કોર્ટમાં હાજર હતા. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ત્રણ પ્રશ્નોનો નિર્ણય કર્યો. જો કે સુપ્રીમ કોર્ટે આ મામલો મોટી બેંચને મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો :  Anant Radhika Wedding: આજે અનંત-રાધિકા લગ્નના બંધનમાં બંધાશે, જાણો લગ્નનું સંપૂર્ણ શેડ્યૂલ

Read More

Trending Video