Rajinikanth health : સુપરસ્ટાર રજનીકાંતને (Rajinikanth) લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. 73 વર્ષીય સુપરસ્ટાર રજનીકાંતની તબિયત બગડતા તેમને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી
ફિલ્મ સુપરસ્ટાર રજનીકાંતને સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ તેમને ચેન્નાઈની એપોલો ગ્રીમ્સ રોડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પત્નીએ હેલ્થ અપડેટ પણ આપ્યું
હોસ્પિટલના સૂત્રોએ ડોકટરોને ટાંકીને પુષ્ટિ કરી છે કે 73 વર્ષીય રજનીકાંતની હાલત સ્થિર છે. અત્યારે ચિંતા કરવા જેવું કંઈ નથી. રજનીકાંતની પત્નીએ પણ એક મીડિયા ચેનલને જણાવ્યું કે હવે બધુ બરાબર છે. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે.
આજે કેથ લેબમાં સારવાર કરવામાં આવશે
વાયરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે સુપરસ્ટાર રજનીકાંતને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઈ સતીષની દેખરેખ હેઠળ વૈકલ્પિક પ્રક્રિયા માટે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે કેથ લેબમાં તેની સારવાર કરવામાં આવશે.
ચાહકોમાં ચિંતા
રજનીકાંતના અચાનક હોસ્પિટલમાં દાખલ થવાથી તેમના ચાહકો ખૂબ જ બેચેન બની ગયા હતા. સુપરસ્ટાર રજનીકાંતના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
રજનીકાંતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું
સુપરસ્ટારે એક દાયકા પહેલા સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તાજેતરમાં, તેમણે સ્વાસ્થ્યના કારણોને ટાંકીને રાજકારણથી પણ દૂરી લીધી છે. ત્યારથી તે માત્ર ફિલ્મો પર ધ્યાન આપી રહ્યો છે.
આ પણ વાંચો : અભિનેતા ગોવિંદાને પોતાની જ રિવોલ્વરથી વાગી ગોળી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ