GMERS medicalcollege fee reduced : GMERS મેડિકલ કોલેજમાં (medical college) કરેલ તોતિંગ ફી વધારા (Fee increase) મામલે છેલ્લા કેટલાય સમયથી આંદોલન (protest) કરવામા આવી રહ્યુ હતું. વિદ્યાર્થીઓ સરકાર પાસે આ ફી વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે. તે મુજબ સરકારે GMERS કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. જેથી હવે ગવર્નમેન્ટ ક્વોટોમાં ₹. 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં ₹. 12 લાખ ફી રહેશે. ત્યારે આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. યુવરાજસિંહે ગુજરાત સરકારના નિર્ણયને આવકાર્યો હતો આ સાથે સરકારને અપીલ કરી હતી કે, રાજ્યમાં નવી વધારાની સરકારી કોલેજોની સ્થાપના કરવામા આવે આ સાથે પ્રાઈવેટ કોલેજોમાં વ્યવસ્થાનો અભાવ છે તેનું નિરાકરણ કરવામા આવે.
GMERS કોલેજની ફીમાં ઘટાડા ઉપર યુવરાજસિંહની પ્રતિક્રિયા
યુવરાજસિંહે કહ્યું કે, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે, GMERS કોલેજની ફી માં જે તોતિંગ વધારો કર્યો હતો તેમાં આશંક રાહત આપી છે. GMERS કોલેજમાં જે સરકારી ક્વોટા હોય જે મેનેજમેન્ટ ક્વોટોમાં તોતિંગ વધારો કરવામા આવ્યો હતો. સરકારી ક્વોટામાં જે 3 લાખ ફી હતી તે સાડા પાંચ લાખ કરી દેવામાં આવી હતી. અને મેનેજમેન્ટ ક્વોટોમાં જે 9. 75 લાખ ફી હતી તે 17 લાખ કરી દેવામા આવી હતી. તેમાં હવે આશંક રાહત આપવામા આવી છે. હવે સરકારી ક્વોટામાં 3. 75 લાખ ચુકવવા પડશે અને મેનેજમેન્ટ ક્વોટામા 12 લાખ ફી ચૂકવવી પડશે.
યુવરાજસિંહે સરકાર પાસે કરી આ માંગ
ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા ઘણી હાલાકીઓનો સામેનો કરતા હતા કેમકે, બધાને આ ફી પરવળતી નહતી. સામાન્ય વર્ગનો વિદ્યાર્થી જે મેડિકલ લાઈનમાં ડોક્ટર બનવાના જે સપના જોતો હોય તે સપના ક્યાંક રોળાઈ જતા હોય તેવું લાગતું હતુ ત્યારે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સંગઠનો મેદાનમાં આવ્યા હતા. તેના કારણે આ ફી વધારામાં આશિક ઘટાડો કરવામા આવ્યો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ સાથે સાથે તે પણ અપીલ કરીએ છીએ ક ગુજરાતમાં સરકારી કોલેજોનો ઘણો બધો અભાવ છે. ત્યારે સરકારી કોલેજો વધારે પડતી સ્થાપવામા આવે. આ સાથે પ્રાઈવેટ કોલેજોમાં ઘણી બધી ખામીઓ છે. ઘણી બધી કોલેજોમાં વ્યવસ્થાનો અભાવ છે તો ઝડપથી તેનું નિરાકરણ લાવવામા આવે જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે.
આ પણ વાંચો : Vadodara : Anant Radhika ના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારની વડોદરાથી ધરપકડ, પોલીસે કર્યો મોટો ખુલાસો