Ahmedabad: સંસદમાં રાહુલ ગાંધીના (Rahul Gandhi) હિંસક હિન્દુઓના નિવેદનને લઈને ગુજરાતનું રાજકારણ (Gujarat politics) ગરમાયું છે. આ મામલે આજે અમદાવાદમાં (Ahmedabad) કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યો છે. અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતા જોરદાર ઘર્ષણ સર્જાયું હતું.કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે.
કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને સામને
રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદનને લઈને અમદાવાદમાં GPCC ઓફિસ બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયુપં છે. કોંગ્રેસ-ભાજપના કાર્યકરો આમને સામને આવી જતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચો : Hathras News: સત્સંગમાં નાસભાગ દરમિયાન 40 લોકોના મોત, 100 થી વધુ ઘાયલ, જાણો વિગતો