ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ ગુજરાતમાં આગમન થઈ ગયું છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત સાત જિલ્લામાંથી પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી ગઈ છે. રાહુલ ગાંધી આજે ઝાલોદ ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે. ત્યારે અહીં આવેલ કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Congress MLA Jignesh Mevani) એ સંબોધન કર્યું હતું.
ઝાલોદમાં જિજ્ઞેશ મેવાણીનો હૂંકાર
જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, થોડા કપરા દિવસો છે પણ રાહુલ ગાધીનો નારો છે કે ડરો મત એટલા માટે જેને સ્વતંત્રના આંદોલનનું નેતૃત્વ કર્યું તે જ કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓએ ઝાલોદ અને દાહોદની ધરતી પરથી સંકલ્પ કરવાનો છે કે, 2024ની લોકસભાની ચૂંટણીમાં જેટલી પણ તાકાત છે તે તમામે તમામ તાકાત લગાવી કોંગ્રેસ પાર્ટી માટે જાનની બાજી લગાવીને લડવાનું છે.
ઝાલોદ અને દાહોદના કડીયાઓ મજૂરો વિશે શું કહ્યું ?
વધુમાં તેમણે કહ્યું કે,રાહુલ ગાંધી મણીપુરથી નિકળ્યા છે અને મહારાષ્ટ્ર સુધી જવાના છે 6 હજાર કિલોમિટર લાંબી સફર તે પહેલા 4 હજાર કિલોમીટર સુધી ચાલ્યા તો આપણે બધાએ ડરો મતના નારાને પોતાના જીવનમા ચરિતાર્થ કરી જે ગયા તે ગયા આપણે કોઈની પણ ચિંતા કર્યા વગર જે છે તે બધા અડિખમ રહી ટકે અને ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ધર્મ નિરપેક્ષ સમાજવાદી લોકતંત્રની કલ્પના કરી તે કલ્પનાને સાકાર કરવા બધા સાથે મળીને લડીએ, આજે એ ઝાલોદમાં છીએ જે ઝાલોદ અને દાહોદના કડીયાઓ મજૂરોએ આ બિલ્ડીંગનું નિર્માણ કર્યુ છે મારા ધરનું નિર્માણ કર્યું, ગુજરાતમાં વિધાનસભાનું નિર્ણાણ કર્યું , ગુજરાતમાં રોડ રસ્તા સચિવાલય, તમામ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, ગુજરાતના એક એક બિલ્ડીંગના પાયામાં આદિવાસી કડિયા મજૂરોના લોહીનો પરસેવો રહ્યો છે તે બધા ઝાલોદ અને દાહોદના છે આપણે સાથે મળીને લડીશું.
આ પણ વાંચો : તેઓ આદિવાસીઓને અપવિત્ર માને છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં દ્રૌપદી મુર્મૂને કેમ ન બોલાવ્યા ? : મલ્લિકાર્જુન ખડગે