Dahod case: તાજેતરમા દાહોદમાં (Dahod) એક 6 વર્ષની માસુમ દિકરીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી. આ આચાર્ય ગોવિંદ નટ્ટનું (Govind nutt) RSS-વિશ્વહિન્દુ પરિષદ સાથે કનેક્શન ખુલ્યુ છે. આ સાથે આ આરોપીના પૂર્વ મંત્રી અર્જૂનસિંહ સાથેના ફોટો પણ વાયરલ થયા છે. ત્યારે આ આરોપીનું ભાજપ અને RSS સાથે કનેક્શન હોવાથી ભાજપના કોઈ નેતા આ મામલે અત્યાર સુધી પ્રતિક્રિયા આપી ન હતી. ભાજપ સરકારમાંથી માત્ર શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે પ્રતિક્રિયા આપી હતી જેમાં કુબેર ડીંડોર પોતાના પક્ષનો બચાવ કરતા કહી રહ્યા છે કે, આ આરોપીઓના સંસ્કારમાં ખામી રહી હશે.એટલું જ નહીં ગુજરાતના મુખ્યમંત્રી જે બંગાળની ઘટના મામલે મમતા સરકારનો વિરોધ કરીને તેમને રાજીનામું આપવાનું કહી રહ્યા હતા ત્યારે તમણે પણ દાહોદમાં બનેલી ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, જેના કારણે આ મામલે વિપક્ષ ભાજપ સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે આજે ભાજપના સાંસદે આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે.
દાહોદની ઘટના મામલે આખરે ભાજપના નેતાએ તોડ્યું મૌન
મળતી માહિતી મુજબ ગોધરા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના તેના રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનોને લઈ મોન રેલી અને ધરણા યોજવામા આવ્યા હતા. જેમા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજનેતાઓ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકામા તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થી પર આચાર્ય દ્વારા જ દુષ્કર્મ કરવાના પ્રયાસ નિષ્ફળ જતા હત્યા કરી નાખી હોવાની ઘટના બની હતી. આ મામલે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા નિવેદન આપવામા આવ્યુ હતુ કે કોઈને પણ છોડવામા નહી આવે તપાસ અંતિમ તબ્બકામા છે. મિડીયા સાથેની વાતચીતમા તેમણે જણાવ્યુ હતુ કે 19 તારીખના રોજ આ ઘટના બની હતી.ત્યારબાદ હુ તેમના પરિવારને પણ હુ મળ્યો છુ. આ ઘટના દુઃખદ છે પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. કોઈને પણ છોડવામા નહી આવે. માનવ અધિકાર પંચમા પણ રિપોટ કરવામા આવશે.હાલમા તપાસ અંતિમ તબ્બકામા છે.
દાહોદની ઘટના મામલે ભાજપ સરકાર કેમ ચુપ ?
મહત્વનું છે કે, આ દાહોદમાં 6 વર્ષની માસુમ બાળકી સાથે બનેલી ઘટનાને આજે 10 દિવસ થયા ત્યારે અત્યાર સુધી ભાજપના કોઈ નેતા આ મામલે બોલવા તૈયાર હતા નહીં. ભાજપ દ્વારા આખા ગુજરાતમાં રાહુલ ગાંધીના અનામતના નિવેદનને લઈને વિરોધ કરવામા આવી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ જોડાઈ રહ્યા છે. અને રાહુલ ગાંધી અનેકોંગ્રેસ વિરોધી નારા લગાવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિરોધમા જોડાયા હતા અને ધરણા પર બેઠા હતા ત્યારે તોએ આ ઘટના મામલે એક ટ્વિટ પણ નથી જેથી લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જ્યારે વિરોધ પક્ષ સામે બોલવાનું હોય તો ભાજપ સરકાર કોઈ કસર નથી છોડતી પરંતુ ગુજરાતમાં આટલી કરુણ ઘટના બની છતા કોઈ બોલવા પણ કેમ તૈયાર નથી ? દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઘટના બન્યાના આટલા દિવસે પોતાનું મન તોડ્યું છે.
આ પણ વાંચો : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાની ચેતવણી! હાઈ એલર્ટ જાહેર,સુરક્ષામાં કરાયો વધારો