Bhikhusinh Parmar Health:રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારની (Bhikhusinh Parmar) તબિયત લથડતા તેમને સારવાર માટે અમદાવાદની ( Ahmedabad) યુએન મહેતા હોસ્પિલમાં (UN Mehta Hospital) ખસેડવામા આવ્યા છે. તેઓ ગાંધીનગર (Gandhinagar) સ્થિત નિવાસસ્થાને સવારે ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડ પ્રેશર વધી જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હવે MRI કર્યા બાદ આગળની સારવાર હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.
ભીખુસિંહ પરમારની તબિયત લથડી
ભીખુસિંહ પરમાર વિશે વાત કરવામા આવે તો તેઓએ ભીખુસિંહ પરમારની સરપંચથી પોતાની રાજકીય સફર શરુ કરી હતી.ભીખુસિંહ સરપંચ બન્યા બાદ પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરાત એસટી વિભાગમાં હેલ્પર તરીકેની નોકરી શરૂ કરી હતી.જો કે, આ નોકરીથી તેમનું ગુજરાન ચાલતુ ન હતુ જેથી તેમને આ નોકરી છોડી દીધી હતી. આ નોકરી છોડ્યા બાદ તેઓ માઇનિંગ ક્ષેત્રે લેબર તરીકેની નોકરી શરુ કરી હતી.
1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં
ભીખુસિંહ પરમાર વર્ષ 1995માં પ્રથમવાર મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં હતાં.જે બાદ 2002માં તેઓ અપક્ષ તરીકે વિધાનસભાની ચૂંટણી લડ્યાં હતાં.ત્યાર પછી 2007માં બસપામાંથી મોડાસા સીટ પર હાર થઇ હતી. અને 2017માં ભાજપમાંથી મોડાસા સીટ પરથી ચૂંટણી લડ્યાં પણ 1640 વોટથી હારી ગયા હતા. વર્ષ 2022માં ભાજપે ફરી ભીખુસિંહ પરમારને ટિકિટ આપી અને તેઓ મોડાસા સીટ વિજેતા બન્યા. જે બાદ પ્રથમવાર તેઓ ધારાસભ્ય બન્યા અને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓમાં સ્થાન મળ્યું.
આ પણ વાંચો : Jamnagar : ખાખીની ગુંડાગીરી ! 14 વર્ષના બાળકને PI એ પોલીસ સ્ટેશનમાં બોલાવી અપશબ્દો બોલીને માર માર્યો